નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટી દરમિયાન જેલવાસ ભોગવના સન્માન કરવામાં આવ્યું
- Local News
- June 25, 2025
- No Comment
ભારતમાં ૨૫ જૂન ૧૯૭૫ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં લાદવામાં આવેલી કટોકટીના દુઃખદ દિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘કાળો દિવસ’ તરીકે યાદ કરવામાં આવે છે. લોકશાહીના ગુલામ બનાવાયા એ દિવસે ભાજપ સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ અને રાષ્ટ્રીય વિચારધારા ની ઉજવણી કરવામાં આવે છે.

એ અનુસંધાનમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કટોકટી દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કટોકટીના કાળ દરમિયાન લોકશાહી અને માળખાગત હક માટે લડીને જેલવાસ ભોગવનાર નવસારીના જેલવાસ ભોગવનારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહના અધ્યક્ષસ્થાને મહેમાનોના સ્વાગતથી થઈ હતી. તેમણે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “કટોકટી એ માત્ર રાજકીય સમયગાળો નહીં, પણ દેશના લોકશાહી અસ્તિત્વ માટેનો કાળો અધ્યાય હતો.”
આ પ્રસંગે ખાસ આમંત્રણ હેઠળ પૂર્વ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ નિરંજન જંજમેરા દ્વારા અભિપ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, “કટોકતીના સમયે સમાજના દરેક વર્ગને—છે તે રાજકીય કાર્યકર હોય કે સામાન્ય નાગરિક—અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસે લોકશાહી કેવળ દબાવવાનો પ્રયાસ નહીં કર્યો, પણ દેશના ભાવિ પર એક કાળું પડછાયું પાથર્યું હતું.”
પ્રોગ્રામ દરમિયાન કટોકતી દરમિયાન જેલવાસ ભોગવનાર તમામ મિસાવાસીઓને શાલ ઓઢાળી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.આ સન્માન સમારંભમાં વિધાનસભ્ય રાકેશ દેસાઈ, નરેશ પટેલ, પ્રદેશ મંત્રી શીતલ સોની, તેમજ ભાજપના જિલ્લા અને શહેરના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે લોકશાહી, બંધારણીય મૂલ્યો અને રાષ્ટ્રવાદ માટે પોતાનું બલિદાન આપનાર તમામ રાષ્ટ્રસંતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.