સંવિધાન સંરક્ષણનો સંકલ્પ: કટોકટીના ૫૦ વર્ષ પર નવસારીમાં સંવિધાન હત્યા દિવસ નિમિત્તે મશાલ રેલી દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

સંવિધાન સંરક્ષણનો સંકલ્પ: કટોકટીના ૫૦ વર્ષ પર નવસારીમાં સંવિધાન હત્યા દિવસ નિમિત્તે મશાલ રેલી દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

નવસારીમાં “સંવિધાન હત્યા દિવસ ૨૦૨૫” નિમિત્તે જનજાગૃતિ અને મશાલ રેલી યોજાઈ 

નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા “સંવિધાન હત્યા દિવસ ૨૦૨૫” નિમિત્તે લોકશાહી અને બંધારણીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મતિયા પાટીદાર વાડી ખાતે યોજાયેલ કાર્યક્રમ ૧૯૭૫ની કટોકટીના ૫૦ વર્ષ પૂર્ણ થવાના પાવન પ્રસંગે માત્ર યાદગીરીના રૂપમાં નહિ પણ લોકશાહી સંકલ્પના દ્રઢ કરવા માટે પ્રેરણારૂપ બન્યો હતો.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ ,ધારાસભ્ય નવસારી રાકેશભાઈ દેસાઈ અને ગણદેવીના નરેશભાઈ પટેલ,ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ તેમજ નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના પ્રવચનો દ્વારા લોકશાહીની અહમિયત, બંધારણની પવિત્રતા અને નાગરિક અધિકારોના રક્ષણ માટે સચેત રહેવાનું આહ્વાન કરાયું હતું

કટોકટીના સમયગાળાના ભોગ બનેલ કેટલાક વિકટિમ્સે પોતાની કરૂણ અનુભૂતિઓ સભામાથે વહેંચતા સમગ્ર વાતાવરણ ભાવુક બન્યું. આ સંવેદનશીલ ક્ષણોએ ૧૯૭૫ની ઘટનાઓ ફરી એકવાર લોકોને વિચારશીલ બનાવી દીધા હતા.

આ પ્રસંગે આયોજિત મશાલ રેલી સમગ્ર કાર્યક્રમનો કેન્દ્રબિંદુ રહી હતી. મતિયા પાટીદાર વાડીથી શહેરના સર્કિટ હાઉસ સુધી યોજાયેલી રેલીમાં સહસ્રો લોકોએ ભાગ લીધો હતો “બંધારણ અમર રહેઃ”, “લોકશાહી બચાવો” જેવા સુત્રોચ્ચારો સાથે રાષ્ટ્રીય જાગૃતિનો અનોખો શોભાયાત્રા રૂપે સંદેશ પ્રસારીત થયો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોની ઉર્જા દ્રષ્ટિએ આ રેલીને ખાસ નોંધપાત્ર બનાવતી હતી.

આ કાર્યક્રમમાં ૭૬૦થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો, જેમાં લો વિભાગના વિદ્યાર્થીઓ, સ્કૂલોના વિધ્યાર્થીઓ,લીગલ એક્સપર્ટ્સ, સામાજિક કાર્યકરો અને સ્થાનિક આગેવાનોનો ઉત્સાહભર્યો સહભાગી બન્યા હતા.કાર્યક્રમના અંતે “મારું બંધારણ  મારું ગૌરવ” સંકલ્પ સાથે સૌએ લોકશાહી અને બંધારણની રક્ષા માટે કટિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમ સાંસ્કૃતિક, શૈક્ષણિક તથા જાગૃતિલક્ષી ઉદ્દેશ્યો સાથે એક ખૂબ જ સફળ અને ચિંતનપ્રેરક પ્રવૃત્તિ તરીકે નોંધાયો હતો.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *