વાપી-શામળાજી નેશનલ હાઇવે પર મહાકાય ખાડાઓથી ટ્રાફિક અસ્તવ્યસ્ત: સાંસદ ધવલ પટેલે લીધું તાત્કાલિક એક્શન, 104 કિમી રોડના નવીનીકરણની ખાતરી
- Local News
- June 27, 2025
- No Comment
વાપી-શામળાજી નેશનલ હાઇવેની દુર્દશાને લઈને અંતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ એક્શન મોડમાં આવીને હાઈવે પરની જર્જરિત સ્થિતિને જોઈને તેમણે પોતાનો કાફલો રોકીને નેહાના અધિકારીઓને સ્થળ પર બોલાવી નિરીક્ષણ કર્યું હતું અને સમારકામની કામગીરી અંગે તાત્કાલિક સ્થળ પર ચર્ચાઓ કરી હતી.

સાંસદ ધવલ પટેલ જણાવ્યું હતું કે આ માર્ગ આદિવાસી વિસ્તારોમાંથી પસાર થાય છે. જ્યાં સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.“હું ગયા વર્ષે જ્યારે સાંસદ તરીકે ચૂંટાયો ત્યારે આ હાઈવેની હાલત જોયી હતી. આ વર્ષે ચોમાસાની શરૂઆતથી પહેલાં હું નેહા અધિકારીઓ સાથે અહીં હાજર રહીને કામગીરી શરૂ કરવાની દિશામાં પ્રયાસ કર્યો છે,” એમ તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવા માર્ગ માટે મંજૂરી આપી છે, જેના માટે સાંસદે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

નેહાના અધિકારી અનુજ શર્માએ જણાવ્યું કે, “104 કિમી હાઇવેના નવીનીકરણ માટે કામગીરી શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 60 કિમીથી વધુ માર્ગનું નવીનીકરણ પૂર્ણ થઈ ગયું છે. ચોમાસા ઋતુ દરમિયાન કામ ધીમું થયું છે, પરંતુ વરસાદ બાદ બાકીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
વાંસદા-ઉનાઈ વિસ્તારમાંથી પસાર થતા હાઈવેના સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.વાહનચાલકો અને સ્થાનિકોને રાહત આપવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે

