સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ શરૂ કરી તૈયારીઓ,9 મહાનગરપાલિકામાં અધિકારીઓની નિયુક્તિ કરાઈ
- Local News
- August 12, 2025
- No Comment
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ તૈયારીનો પ્રારંભ કરી દીધો છે. નવ મહાનગરપાલિકાઓમાં મતદાર નોંધણી અને ચૂંટણી કામગીરી સુગમ બનાવવા માટે અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.
નવી મતદાર યાદી તૈયાર કરવા માટે મદદનીશ નોંધણી અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. આ નિયુક્તિઓ ગાંધીધામ, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, નડિયાદ, પોરબંદર, મહેસાણા, આણંદ અને વાપી મહાનગરપાલિકાઓ માટે કરવામાં આવી છે.

આ વર્ષેના અંતે રાજ્યની કુલ 15 મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચે પૂર્વ તૈયારીના ભાગરૂપે આ પગલાં લીધાં છે.