વાંસદા તાલુકાની આંબાપાણી પ્રાથમિક શાળાના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું
- Local News
- August 24, 2025
- No Comment
૭૯ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આંબાપાણી પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી . આંબાપાણી પ્રાથમિક શાળાની ગૌરવની લાગણીઓ માં ઉમેરો થયો શાળાના શિક્ષક ઈલાક્ષીબેન જીવણલાલ ચૌધરીએ બાળકોના વિકાસ માટે નવા અખતરા, વિવિધ પ્રવૃતિઓ દ્વારા બાળકોની લાક્ષણિકતા ઓ બહાર લાવવાના પ્રયત્નોનું નિરીક્ષણકાર્ય કરી સી.આર.સી કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષકોને ગામના સરપંચ કલ્પેશભાઈ ના હસ્તે પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.જે શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ બતાવે છે.
આ હરિયાળી, શાંતિ, સમૃદ્ધિ, દેશવીરોના બલિદાનના કાર્યક્રમને યાદગાર બનાવવા દેશ માટેની લાગગણીઓ વ્યક્ત કરવા વાલીઓ,ગામના સરપંચ ક્લપેશભાઈ, તાલુકા પંચાયતના સભ્ય કલ્પનાબેન, એસ.એમ.સી.ના સભ્યો, ગ્રામપંચાયતના સભ્યો, શાળામાંથી નીકળી ગયેલ ભૂતપૂર્વ વિધાર્થીઓ તેમજ નામી અનામી વ્યક્તિઓ હાજર રહ્યાં હતાં.