નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગાજરવાસ જાગૃકતા સપ્તાહની ઉજવણી

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગાજરવાસ જાગૃકતા સપ્તાહની ઉજવણી

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી દ્વારા ઓગસ્ટની તા.૧૬ થી ૨૨ સુધીનાં અઠવાડિયાને દર વર્ષે ગાજરઘાસ જાગૃકતા સપ્તાહ તરીકે દેશભરમાં ઉજવણી દ્વારા ખેતરમાં કે શેઢા પાળેની જમીનમાં થતાં ગાજરઘાસ વૈજ્ઞાનિક નામ પાર્થેનિયમ ઘાસ/નીંદણને દૂર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે.

જે અંતર્ગત ખેડૂત સમાજમાં આ વિદેશી ઘાસની હાનિકારક અસર નિવારવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીનાં માનનીય કુલપતિશ્રી ડૉ.ઝેડ.પી.પટેલનાં માર્ગદર્શનથી નવસારી જીલ્લાનાં જુદા જુદા ગામોમાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા જાગૃતતા લાવવા આયોજનો કરાયેલ હતા. જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફાર્મ ખાતે કેન્દ્રનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.સુમિત સાળંખે અને સર્વ અધિકારીગણ દ્વારા કેન્દ્રનાં ફાર્મની જમીનમાં ઉગેલ ગાજરથાસને દૂર કરી તેનું નાડેપ કમ્પોસ્ટ યુનિટમાં ખાતરમાં વિઘટન કરવાનું આયોજન કરાયું હતું

તેમજ ખાપરીયા અને માણેકપોર ગામે ખેડૂત મીટીંગનું આયોજન તા.૨૨/૦૮/૨૦૨૫ નાં રોજ કરાયેલ હતું જેમાં કેન્દ્રનાં ગૃહ વૈજ્ઞાનિક નિતલ પટેલે આ વિદેશી ઘાસ દ્વારા જમીનને થતાં નુકશાન અને માનવ સ્વાસ્થયને થતી હાનિકારક અસરો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઘાસને પોતાના ખેતરમાંથી દૂર કરી તેમાંથી ખાતર બનાવટ, વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં ૮૦ થી વધુ ખેડૂત ભાઈ–બહેનોએ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *