નવસારી મહાનગરપાલિકા વિસ્તારના પશુમાલિકોએ પોતાના પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ૩૧ ઓગસ્ટ સુધી ફરજીયાત કરાવી લેવું

નવસારી મહાનગરપાલિકા વિસ્તારના પશુમાલિકોએ પોતાના પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ૩૧ ઓગસ્ટ સુધી ફરજીયાત કરાવી લેવું

નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગ દ્વારા શહેરમાં રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તા. ૦૯.૦૬.૨૦૨૫ થી પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવામાં આવ્યું હોવા છતાં ઘણા પશુપાલકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું નથી.

નવસારી શહેરમાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા તથા માર્ગ અકસ્માતોની શક્યતાઓ ઘટાડવા માટે પાલતુ પશુઓનું રજીસ્ટ્રેશન જરૂરી છે. તે મુજબ, તમામ પશુપાલકોને તા. ૩૧.૦૮.૨૦૨૫ સુધીમાં પોતાના પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ઓનલાઈન નવસારી મહાનગરપાલિકાની વેબ સાઈટ https://nmc.gujarat.gov.in તથા ઓફલાઈન દુધિયા તળાવ સ્થિત નવસારી મહાનગરપાલિકાની કચેરીના રખડતા ઢોર અંકુશ વિભાગની કચેરીમાં જઈ કરાવી લેવું.

તા. ૦૧.૦૯.૨૦૨૫થી મહાનગરપાલિકા વિસ્તારના પાલતુ પશુઓના ટેગીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેમાં રજીસ્ટ્રેશન અને ટેગીંગ કરાવવાની અંગત જવાબદારી પશુ માલિકની રહેશે.

નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર રખડતા ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ છે. આવા પકડાયેલા પશુઓને પાજરાપોળમાં મુકવામાં આવી રહ્યા છે ટેગ વિના પકડાયેલા પશુઓ પર પશુ માલિકનો કોઇ હક રહેશે નહીં, તેની ખાસ નોંધ પશુપાલકોએ લેવી.

નવસારી મહાનગરપાલિકા દ્વારા તમામ પશુપાલકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન તથા ટેગીંગની પ્રક્રિયા પૂર્ણ કરી સહકાર આપવા નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગના અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *