નવસારી જિલ્લામાં આગામી તા.૨૯થી ૩૧ ઓગસ્ટ સુધી “નેશનલ સ્પોર્ટસ ડે–૨૦૨૫” ની ઉજવણી કરવામાં આવશે

નવસારી જિલ્લામાં આગામી તા.૨૯થી ૩૧ ઓગસ્ટ સુધી “નેશનલ સ્પોર્ટસ ડે–૨૦૨૫” ની ઉજવણી કરવામાં આવશે

  • Sports
  • August 21, 2025
  • No Comment

તા.૨૯મીએ ફિટ ઈન્ડિયા પ્રતિજ્ઞા, ૩૦મીએ પોલીસ વિભાગ દ્વારા વિવિધ સ્પર્ધાઓ તથા ૩૧મીએ જિલ્લા તાલુકા સ્તરે વિવિધ વિષયોને લઇ સાયકલોથોન યોજાશે

હોકીના જાદુગર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે તા.૨૯મી ઓગસ્ટના દિને ‘નેશનલ સ્પોર્ટસ ડે’ની ઉજવણી સહિત રમતગમત પ્રત્યે જાગૃતિ, ફિટનેસ અને યુવાનોમાં ખેલ સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

ભારત સરકારના ખેલ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ તથા નવસારી જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરીના સંકલનથી નવસારી જિલ્લામાં આગામી તા.૨૯ ઓગસ્ટથી તા.૩૧ ઓગસ્ટ-૨૦૨૫ દરમિયાન “નેશનલ સ્પોર્ટસ ડે – ૨૦૨૫” ની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ અન્વયે આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા,પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓ અને પત્રકારો ઉપસ્થિતીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ પ્રેસ બ્રીફ આપતા જણાવ્યું હતું કે, આ ત્રણ દિવસીય આ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લામાં તા.૨૯ ઓગસ્ટે જિલ્લાની તમામ શાળાઓમાં સવારની પ્રાર્થના સભામાં મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ, “ફિટ ઈન્ડિયા પ્લેજ” તથા ટીમ સ્પોર્ટસ અને પરંપરાગત રમતોનું આયોજન કરાશે. વિદ્યાર્થીઓ અને જનસમુદાયમાં લોકરમત સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે રસ્સાખેંચ, લીંબુ ચમચી, કોથળા દોડ, ટેબલ ટેનિશ, હોકી અને ફૂટબોલ જેવી સ્પર્ધાઓ પણ યોજાશે.

તા.૩૦ ઓગસ્ટે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા ફિટનેસ, હેલ્થ, રમતગમતને લગતા કાર્યક્રમો, શાળા કોલેજમાં ફિટનેશ ટોક, સ્થાનિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તા.૩૧ ઓગસ્ટે નવસારી મહાનગરપાલિકાના સંકલનથી જિલ્લા તાલુકા સ્તરે વિવિધ વિષયોને લઇ સાયકલોથોન/સાયકલ રેલી યોજાશે. જેમાં મેદસ્વિતા મુક્ત નવસારી, મેદસ્વિતા મુક્ત ગુજરાત, સેવ એનર્જી, પર્યાવરણ સંરક્ષણ અને રમતગમત પ્રત્યે જનજાગૃતિના સંદેશા સાથે સાયકલોથોન યોજાશે.જેમાં શાળાઓ, કોલેજો, સ્પોર્ટસ ક્લબ, NGO,યોગ બોર્ડ,જિલ્લા અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકોની સક્રિય ભાગીદારી રહેશે.

વધુમા કલેક્ટરે ઉમેર્યું કે,આ ત્રિદિવસીય કાર્યક્રમથી રમતવીરોને પ્રોત્સાહન મળશે.નવયુવાનોમાં ખેલ પ્રત્યે રસ જાગશે તેમજ આગામી ખેલ મહાકુંભ માટે વધુ ખેલાડીઓ આગળ આવશે તેવા પ્રયાસોથી નવસારી જિલ્લા તંત્ર દ્વારા ભવ્ય આયોજન હાથ ધરાયું છે. આ તમામ કાર્યક્રમો અને સ્પર્ધાઓમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા જિલ્લા કલેક્ટર સહિત નવસારી જિલ્લા તંત્ર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *