શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા ૨૦૨૫: નવસારી જિલ્લા માટે ફોર્મ અહિં મેળવો 

શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા ૨૦૨૫: નવસારી જિલ્લા માટે ફોર્મ અહિં મેળવો 

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગરના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સિવાયનાં ૨૯ જીલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ ૫(પાંચ) આશ્વાસનની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

(૧) ગણેશ પંડાલનાં મંડપ શણગાર (૨) સામાજિક સંદેશ (૩) ગણેશ પ્રતિમાની પસંદગી( ઇકો ફ્રેન્ડલી) (૪) ઓપરેશન સિન્દૂર – દેશ ભક્તિ (૫) સ્વદેશી (૬) પંડાલ સ્થળની પસંદગી( ટ્રાફિક કે આસપાસનાં લોકોને અડચણ રૂપ નાં થાય ) (૭) સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી (૮)ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર પ્રવૃતિઓને ધ્યાનમાં રાખી જીલ્લામાંથી સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરી તેના ફોટા-વિડીયો તેમજ અન્ય જરૂરી વિગતો કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરને મોકલવામાં આવશે.

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર ખાતે રાજ્યનાં ૨૯ જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલોમાંથી શ્રેષ્ઠ ૩ (ત્રણ) વિજેતા તેમજ અન્ય ૫(પાચ)ને પ્રોત્સાહક પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પસંદગી પામેલ ૧ થી ૩ ક્રમે આવેલ ગણેશ પંડાલનાં વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી પ્રથમ ક્રમે વિજેતાને રૂ.૫,૦૦,૦૦૦/-( પાંચ લાખ પુરા) દ્વિતીય ક્રમે વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦/- ( ત્રણ લાખ પુરા) તૃતીય ક્રમે વિજેતાને રૂ. ૧,૫૦,૦૦૦/- ( એક લાખ પચાસ હજાર પુરા) રોકડ પુરસ્કાર આપવામાં આવશે.તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂ.૧,૦૦,૦૦૦/- રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેનાં ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ૧૬૦૭, “કામાક્ષી”, પ્રથમ માળ, સ્વપ્નલોક સોસાયટી, કાલિયાવાડી, નવસારી (Email: dydonavsari28@gmail.com) ખાતેથી મેળવી તા.૨૮/૦૮/૨૦૨૫ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં પરત કરવાના રહેશે. સમય મર્યાદા બાદ ફોર્મ માન્ય રહેશે નહિ એમ નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવાયું છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *