નવસારી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સધન સુધારણા કાર્યક્રમ (SIR-2026) અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ.
- Local News
- December 19, 2025
- No Comment
કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા હાથ ધરાયેલા મતદાર યાદીની ખાસ સધન સુધારણા કાર્યક્રમ (SIR-2026)ના પ્રથમ તબક્કાના અંતે નવસારી જિલ્લાની ડ્રાફટ મતદાર યાદી જાહેર કરવામાં આવી. આ ડ્રાફટ યાદી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તથા પત્રકારો સમક્ષ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા ચુંટણી અધિકારીના હસ્તે રાજકીય પક્ષોને ડ્રાફટ મતદાર યાદી એનાયત કરવામાં આવી હતી
પત્રકાર પરિષદમાં વિગતો આપતા જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું કે, નવસારી જિલ્લામાં કુલ 10,95,900 મતદારો પૈકી 9,59,337 મતદારોનું ડિજિટલાઇઝેશન પૂર્ણ કરી ડ્રાફટ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 1,36,563 મતદારોના નામો વિવિધ કારણોસર કમી કરવામાં આવ્યા છે.
નામ કમી થવાના કારણો:
અપસેન્ટ મતદારો : 17,135
સ્થળાંતર થયેલા મતદારો : 67,779
અવસાન પામેલા મતદારો : 44,202
ડુપ્લીકેટ નોંધણી : 4,796
અન્ય કારણો : 2,651
“નો મેપિંગ” મતદારો અંગે કાર્યવાહી :ડ્રાફટ યાદીમાં સમાવિષ્ટ 9,59,337 મતદારો પૈકી 1,01,467 મતદારોની વિગતો 2002ની યાદીમાં ઉપલબ્ધ નથી.જેથી તેઓને “નો મેપિંગ” યાદીમાં મૂકવામાં આવ્યા છે.આવા મતદારોને આગામી તબક્કામાં ERO/AERO કક્ષાએથી નોટિસ પાઠવી પુરાવા રજૂ કરવા જણાવવામાં આવશે.
નામ દાખલ કરવા માટેની પ્રક્રિયા: જો કોઈ મતદારનું નામ મતદાર યાદીમાં ન હોય તો તે ફોર્મ નં. 6, બાંહેધરી ફોર્મ તથા જરૂરી પુરાવા સાથે મતદાર નોંધણી અધિકારી સમક્ષ અરજી કરી પોતાનું નામ ઉમેરાવી શકશે. જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું કે, લોકશાહીમાં દરેક મતનું મહત્વ છે અને કોઈપણ લાયક મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સુનાવણીની વ્યવસ્થા: નવસારી જિલ્લાના ચાર વિધાનસભા વિસ્તારોમાં રોજ સરેરાશ 50 મતદારોની સુનાવણી હાથ ધરાશે. સુનાવણી માટેના સ્થળો નીચે મુજબ રહેશે
જલાલપોર વિધાનસભા : તાલુકા પંચાયત કચેરી
નવસારી વિધાનસભા : તાલુકા પંચાયત કચેરી, લુન્સીકુઈ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, તાલુકા સેવા સદન મીટિંગ હોલ, મામલતદાર કચેરી (ગણદેવી), નવસારી શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરી
ગણદેવી વિધાનસભા : ચીખલી અને ગણદેવી મામલતદાર કચેરી, બીલીમોરા નગરપાલિકા
વાંસદા વિધાનસભા : ખેરગામ અને વાંસદા મામલતદાર કચેરી
સુનાવણી દરમિયાન રજૂ કરવાના માન્ય પુરાવા:
1. કેન્દ્ર/રાજ્ય સરકાર અથવા PSU દ્વારા જારી કરાયેલ ઓળખપત્ર / પેન્શન હુકમ
2. તા. 1-7-1987 પહેલા જારી કરાયેલ કોઈપણ સરકારી ઓળખ દસ્તાવેજ
3. જન્મ પ્રમાણપત્ર
4. પાસપોર્ટ
5. માન્ય શૈક્ષણિક બોર્ડ/યુનિવર્સિટીનું પ્રમાણપત્ર
6. કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
7. વન અધિકાર પ્રમાણપત્ર
8. SC/ST/OBC અથવા અન્ય જાતિ પ્રમાણપત્ર
9. નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (જ્યાં લાગુ પડે ત્યાં)
10. રાજ્ય/સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર
11. સરકાર દ્વારા ફાળવાયેલ જમીન/મકાનનું પ્રમાણપત્ર
12. આધાર સંબંધિત ચૂંટણી પંચના તા. 06-08-2024ના પરિપત્ર મુજબના નિર્દેશો લાગુ રહેશે
નવસારી જિલ્લામાં કુલ ૧૦,૯૫,૯૦૦ મતદારો માંથી ૯,૫૯,૩૩૭ મતદારોનો ડ્રાફટ મતદાર યાદીમાં સમાવેશ: મતદાર યાદીમાં નામ ન હોય તેવા નાગરિકો ફોર્મ નં. ૬ સાથે જરૂરી પુરાવા રજૂ કરીને નામ ઉમેરાવી શકશે:જિલ્લાના ૧,૦૧,૪૬૭ મતદારોને “નો મેપિંગ” અંતર્ગત નોટિસ આપી સુનાવણી હાથ ધરાશે