નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત: જુઓ લિસ્ટ

નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત: જુઓ લિસ્ટ

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠન માળખાની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ, ધારાસભ્યો તથા સ્થાનિક આગેવાનો સાથે યોજાયેલી અનેક બેઠકો બાદ જિલ્લા પ્રમુખ દ્વારા આ નવી ટીમ જાહેર કરાઈ છે. આવનાર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ સંગઠન માળખું તૈયાર કરવામાં આવ્યું છે.

અનુભવ અને યુવાનીનો સમન્વય

નવા સંગઠનમાં જૂના અને અનુભવી કાર્યકરોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અગાઉ સક્રિય રહેલા ‘જૂના જોગીઓ’ને ફરી જવાબદારી સોંપીને સંગઠનને વધુ સક્રિય બનાવવાનો પ્રયાસ કરાયો છે. સાથે સાથે વિસ્તાર અને જ્ઞાતિનું સંતુલન જળવાઈ રહે તે બાબતે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

મહામંત્રી અને મંત્રી પદમાં સંતુલિત પ્રતિનિધિત્વ

મહામંત્રી પદ માટે વાંસદા, નવસારી અને ગણદેવી તાલુકાને પ્રાધાન્ય અપાયું છે. મંત્રી પદોમાં મહિલાઓને વિશેષ સ્થાન આપી સામાજિક સંતુલન સાધવાનો પ્રયાસ સ્પષ્ટ રીતે જોવા મળે છે.

નવી ટીમની રચના

નવસારી જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક ફેરફારો સાથે નવી ટીમ જાહેર કરાઈ છે. જિલ્લામાં ૮ ઉપપ્રમુખ, ૩ મહામંત્રી, ૯ જિલ્લા મંત્રી ની નિમણૂંક કરવામાં આવી છે.આ ઉપરાંત વિવિધ મોરચાઓ તેમજ સોશિયલ મીડિયા, આઈટી અને મીડિયા વિભાગમાં પણ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

રાજકીય પરિસ્થિતિ અને સંગઠનાત્મક વ્યૂહરચના

સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય ચર્ચાઓ ચાલી રહી હતી. પ્રદેશ સંગઠન માળખું જાહેર થયા બાદ હવે જિલ્લાકક્ષાના સંગઠન માળખાં ધીમે ધીમે જાહેર થઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાત બાદ હવે નવસારી જિલ્લાનું સંગઠન માળખું પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા તાલુકાવાર પ્રતિનિધિત્વ, જાતીય અને સામાજિક સમીકરણો તેમજ નવી કેડર ઊભી થાય તે હેતુથી આ સંગઠન રચના કરવામાં આવી છે.

આદિવાસી બહુલ જિલ્લાને ધ્યાનમાં રાખીને રચના

નવસારી જિલ્લો આદિવાસી બહુલ જિલ્લો છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લામાંથી સંતુલિત પ્રતિનિધિત્વ મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમામ તાલુકા અને કાર્યકર્તાઓને સંગઠન અને ચૂંટણી પ્રક્રિયામાં કાર્ય કરવાની તક મળે તે દિશામાં રચના કરવામાં આવી છે.

ત્રણ જિલ્લા મહામંત્રીઓની જાહેરાત

નવસારી જિલ્લામાં નીચે મુજબ ત્રણ જિલ્લા મહામંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે.નવસારી ગ્રામ્ય વિસ્તાર, ગણદેવી તાલુકો અને આદિવાસી બહુલ વાંસદા તાલુકામાંથી એક-એક પ્રતિનિધિને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. ડો. લોચન શાસ્ત્રી પાસે તાલુકા મહામંત્રી તરીકેનો અનુભવ છે, શાંતિલાલ પટેલે ગણદેવી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કામગીરી કરી છે, જ્યારે જીગર દેસાઈને જિલ્લા ઉપપ્રમુખ તથા સંગઠનાત્મક ક્ષેત્રે વિશાળ અનુભવ છે.

આઠ ઉપપ્રમુખોની વરણી

જિલ્લામાં રાજકીય સંતુલન જળવાઈ રહે તે હેતુથી આઠ ઉપપ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે: અશોકભાઈ ગજેરાજે, હેમલતાબેન ચૌહાણ, અશોકભાઈ ભગુભાઈ પટેલ, ધીરુભાઈ ભાડજા, પ્રકાશ પાટીલ, મુકેશ પટેલ, રાજેશભાઈ પટેલ અને મનહરભાઈ કરસનભાઈ પટેલ.

જિલ્લા મંત્રીઓ અને અન્ય વિભાગીય જવાબદારીઓ

 

જિલ્લાકક્ષાએ મંત્રીઓની મજબૂત ટીમ બનાવવામાં આવી છે. જેમાં ગણદેવી, જલાલપુર, વાંસદા, ચીખલી અને બીલીમોરા સહિતના વિસ્તારોનું પ્રતિનિધિત્વ સામેલ છે. મહિલા, યુવા અને સામાજિક પ્રતિનિધિત્વને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.સાથે સાથે, સોશિયલ મીડિયા વિભાગ: જીગરભાઈ નાયક,આઈટી વિભાગ: રાજેશભાઈ ટેલર,મીડિયા વિભાગ: સમકિત બંસીલાલ શ્રીમાળ ની નિમણૂંક કરવામાં આવી છે.

વિવિધ મોરચાઓ દ્વારા સામાજિક સંતુલન

ભાજપ દ્વારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી, યુવા, મહિલા, કિસાન તથા ઓબીસી (બક્ષીપંચ) મોરચાઓમાં તાલુકાવાર અને શહેર આધારિત પ્રતિનિધિત્વ સાથે નવા તેમજ અનુભવી કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

કાર્યકર્તાઓમાં ઉત્સાહ

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નવસારી જિલ્લાનું સંગઠન માળખું જાહેર થતા જ કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.અંદાજે ૧૫ ટકા માળખું પુનરાવર્તિત રાખવામાં આવ્યું છે, જ્યારે બાકીના સ્થાનો પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.આવનાર સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું આ માળખું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, જોકે કેટલાક નામોને લઈને ચર્ચાઓ પણ તેજ બની છે.

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *