પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે નવસારી જિલ્લા ભાજપ દ્વારા ભાવભીની પુષ્પાંજલિ

પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે નવસારી જિલ્લા ભાજપ દ્વારા ભાવભીની પુષ્પાંજલિ

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે ચાંદની ચોક ખાતે આવેલી તેમની પ્રતિમા પર ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરીને તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.કરસનભાઈ ટીલવાએ પોતાના ઉદબોધનમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના જીવનમૂલ્યો, રાષ્ટ્રપ્રેમ અને સંગઠન પ્રત્યેની તેમની અડગ નિષ્ઠાને ઉજાગર કરી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપપ્રમુખ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પોતાના સંબોધનમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના સાદગીપૂર્ણ જીવન, “એકાત્મ માનવવાદ”ના સિદ્ધાંત અને “અંત્યોદય”ના વિચારને વિસ્તૃત રીતે રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સમાજના અંતિમ વ્યક્તિ સુધી વિકાસના લાભ પહોંચાડવાનો સંકલ્પ જ સાચી રાષ્ટ્રસેવા છે અને તમામ કાર્યકર્તાઓએ તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવું જોઈએ.

,કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપાના નવનિયુક્ત મહામંત્રી શાંતિલાલ પટેલ, મહામંત્રી ડો. લોચન શાસ્ત્રી સહિત જિલ્લાના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી ડો. લોચન શાસ્ત્રીએ કર્યું હતું.

અંતમાં તમામ કાર્યકર્તાઓએ પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી તથા તેમના વિચારોને આત્મસાત કરી રાષ્ટ્રસેવામાં અડગ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

 

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *