મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ–૨૦૨૬:નવસારી જિલ્લામાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કુલ 9,66,231 મતદારોનો સમાવેશ

મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ–૨૦૨૬:નવસારી જિલ્લામાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કુલ 9,66,231 મતદારોનો સમાવેશ

ભારતનો ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી હતી. તેના ભાગરૂપે નવસારી જિલ્લામાં તા. 17/02/2026ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થવા પહેલા નવસારી જિલ્લાના ચાર વિધાનસભા વિસ્તારોમાં કુલ 10,95,900 મતદારો નોંધાયેલા હતા.મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા બાદ આ સંખ્યા 9,59,337 રહી હતી. હવે પ્રસિદ્ધ થયેલી આખરી મતદારયાદીમાં કુલ 9,66,231 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તા. 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખે 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો આગામી સમયમાં પણ ફોર્મ નં. 6 ભરી પોતાનું નામ આવનારી મતદારયાદીમાં નોંધાવી શકશે. સતત સુધારણા પ્રક્રિયા હેઠળ નાગરિકો ફોર્મ નં. 6, 7 અને 8 દ્વારા નામ ઉમેરવા, કાઢવા અથવા સુધારવા માટે અરજી કરી શકશે.

નામ ચકાસવા માટેની સુવિધાઓ:

મતદારો નીચે દર્શાવેલ માધ્યમો દ્વારા પોતાનું નામ આખરી મતદારયાદીમાં ચકાસી શકે છે:

સત્તાવાર વેબસાઇટ: http://ceo.gujarat.gov.in

વોટર પોર્ટલ: voters.eci.gov.in

ECINET મોબાઇલ એપ

BLO (બૂથ લેવલ ઓફિસર)

જિલ્લા ચૂંટણી અધિકારી / ERO / AERO કચેરી

જો મતદારનું નામ યાદીમાં ન હોય તો ફોર્મ નં. 6 સાથે જરૂરી આધાર પુરાવા જોડીને ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી કરી શકાય છે. યાદીમાં દર્શાવેલી વિગતોમાં ભૂલ હોય તો ફોર્મ નં. 8 દ્વારા સુધારો કરી શકાય છે, જ્યારે કોઈ વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં. 7 ભરવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ નાગરિકોને સમયસર મતદારયાદી ચકાસી જરૂરી સુધારા કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ યોગ્ય મતદાર મતાધિકારથી વંચિત ન રહે.

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *