નવસારી ચેમ્બર ઓફ કોમર્સના તમામ હોદેદારો બીનહરીફ ચૂંટાયા: હરીશભાઈ મંગલાણીની પ્રમુખ તરીકે વરણી

નવસારી ચેમ્બર ઓફ કોમર્સના તમામ હોદેદારો બીનહરીફ ચૂંટાયા: હરીશભાઈ મંગલાણીની પ્રમુખ તરીકે વરણી

ધી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની હોદેદારોની ચૂંટણી બીનહરીફ પૂર્ણ

ધી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, નવસારીની વર્ષ ૨૦૨૬–૨૭ અને ૨૦૨૭–૨૮ માટેની હોદેદારોની ચૂંટણી બંધારણીય જોગવાઈઓ મુજબ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. સંસ્થાના કુલ સાત હોદાઓ માટે નિયત કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રકો મંગાવવામાં આવ્યા હતા.

ગુરૂવાર તા. ૧૭/૦૨/૨૦૨૬ સાંજે ૪:૦૦ કલાક સુધીમાં કુલ સાત ઉમેદવારી પત્રકો પ્રાપ્ત થયા હતા. એ જ દિવસે સાંજે ૫:૩૦ કલાકે ચૂંટણી સમિતિ દ્વારા ઉમેદવારી પત્રકોની ચકાસણી કરી માન્ય ઉમેદવારોની યાદી ચેમ્બરના નોટિસ બોર્ડ પર જાહેર કરવામાં આવી હતી.

ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ ગુરૂવાર તા. ૧૯/૦૨/૨૦૨૬ સાંજે ૪:૦૦ કલાક સુધી હતી. પ્રમુખ, પ્રથમ ઉપપ્રમુખ, દ્વિતીય ઉપપ્રમુખ, માનદ મંત્રી, પ્રથમ માનદ સહમંત્રી, દ્વિતીય માનદ સહમંત્રી અને ખજાનચી તમામ સાત હોદાઓ માટે ફક્ત એક જ ઉમેદવારી પત્રક મળતા અને કોઈપણ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી ન લેતા તમામ ઉમેદવારોને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. તેથી હવે ચૂંટણી પ્રક્રિયા કરવાની જરૂર રહેશે નહીં.

સન ૨૦૨૬–૨૭ અને ૨૦૨૭–૨૮ માટે બીનહરીફ ચૂંટાયેલા હોદેદારો

પ્રમુખ: હરીશભાઈ છોગાલાલ મંગલાણી

પ્રથમ ઉપપ્રમુખ: સુરજકુમાર ડાહયાલાલ સાંવલીયા

દ્વિતીય ઉપપ્રમુખ: સંજયકુમાર ઠાકોરભાઈ ગાંધી

માનદ મંત્રી: જીતેન્દ્ર ગોરધનભાઈ પણસારા

પ્રથમ માનદ સહમંત્રી: રમેશ ભગવાનજીભાઈ એરવાડીયા

દ્વિતીય માનદ સહમંત્રી: પરિમલ નટુભાઈ દેસાઈ

ખજાનચી: દિલીપભાઈ ઈશ્વરલાલ ધાએલ

ચેમ્બરના તમામ હોદેદારોને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરતા વ્યાપારિક વર્તુળોમાં આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *