નારણ લાલા કોલેજ ખાતે માઇક્રો એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (MEDP) નું આયોજન કરવામાં આવ્યું

નારણ લાલા કોલેજ ખાતે માઇક્રો એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (MEDP) નું આયોજન કરવામાં આવ્યું

નારણ લાલા કોલેજ ખાતે Entrepreneurship Development Institute of India (EDII) અને Women Entrepreneurship Platform – ગુજરાત ચેપ્ટર દ્વારા Naran Lala College ખાતે ૧૧-દિવસીય માઇક્રો એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (MEDP) નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓને ઇન્ક્યુબેશન, મેન્ટરિંગ અને ફંડિંગ જેવા આવશ્યક સંસાધનો સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથેનો આ સરકારી અભિગમ Industries and Mines Department દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો અને તેનો અમલ EDII, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન લાઈવલીહુડ એક્સપર્ટ ડૉ. ચંદન કુમાર (EDII), ડાયરેક્ટર ડૉ. વિપિન ડી. નાયક, પ્રિન્સિપાલ ડૉ. સુનીલ એમ. નાયક, WEP કોઓર્ડિનેટર ડૉ. નફીસા પટેલ તેમજ ડૉ. ચિરાંગીની દેસાઈ સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર ઇવેન્ટ દરમિયાન ૩૫ મહત્વાકાંક્ષી મહિલા સહભાગીઓએ ઉદ્યોગ સાહસિકતાની પોતાની ક્ષમતાઓને ઓળખવા, વ્યવસાયિક આયોજન, માર્કેટિંગ, નાણાકીય વ્યવસ્થાપન તથા સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતમાં મહિલા સંચાલિત વ્યવસાયોને પ્રોત્સાહન આપવાનો અને તેમને આત્મનિર્ભર બનાવવાનો હતો.

નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્ત્રીઓ માટે ઉપલબ્ધ વિવિધ સરકારી યોજનાઓ, સહાય અને સ્વરોજગારની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું તથા મહિલાઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.

કાર્યક્રમ દરમિયાન વિશિષ્ટ વિષયો પર નિષ્ણાત વ્યાખ્યાનો પણ યોજાયા હતા. ડૉ. ચેતન લાડ, ડૉ. ચિરાંગીની દેસાઈ, ડૉ. ગૌરવ શાહ, ડૉ. વિશાલ માળી, ડૉ. રૂચિરા શુક્લા, ડૉ. ઝાકિર પટેલ, ડૉ. હેતલ ટંડેલ, ડૉ. દિવ્યેશ ગાંધી, શ્રીમતી મમતા મોઢા અને શ્રી સ્મિત ગામિત દ્વારા વ્યવસાય વિકાસ, માર્કેટ લિન્કેજ, સ્ટાર્ટઅપ સ્ટ્રેટેજી, ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સુંદર અને વ્યવસ્થિત સંચાલન જુહી બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. એન્કર તરીકે જુહી બારોટે આત્મવિશ્વાસભર્યા શબ્દોમાં કાર્યક્રમને જીવંત બનાવી સૌ મહાનુભાવોને સન્માનપૂર્વક આવકારી અને સમગ્ર કાર્યશાળાને ઉત્સાહપૂર્ણ વાતાવરણ પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમ મહિલાઓ માટે પ્રેરણાદાયી સાબિત થયો હતો અને સ્થાનિક સ્તરે ઉદ્યોગ સાહસિકતા વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાયું છે.આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંસ્થાના ચેરમેન તથા મેનેજિંગ ટ્રસ્ટી મહેશભાઈ કંસારા,ટ્રસ્ટી ભરતભાઈ કંસારા તથા કોર્ડીનેટર શ્રીમતી ખ્યાતિ કંસારા એ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *