નવસારી જિલ્લાના અસંગઠિત ક્ષેત્રના કામદારોને જોગ ઇ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે www.eshram.gov.in પર જોઇ નોંધણી કરાવી શકાશે 

નવસારી જિલ્લાના અસંગઠિત ક્ષેત્રના કામદારોને જોગ ઇ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે www.eshram.gov.in પર જોઇ નોંધણી કરાવી શકાશે 

ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે કામદારોના કલ્યાણ માટે ઈ-શ્રમ પોર્ટલ નામનું નવું પોર્ટલ શરૂ કર્યું છે. જે ઉમેદવારો ઇ-શ્રમ માટે નોંધણી કરાવે છે તેમને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UAN) કાર્ડ મળશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોમાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે.

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા:

ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવી છે. જાગૃતિના અભાવે ઘણા કામદારો યોજનાનો લાભ મેળવવાની તક ગુમાવી રહ્યા છે. ઇ-શ્રમ કાર્ડના ફાયદાઓ વિશે થોડુ જાણીએ.

જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામદારો અને મજૂરો તરીકે કામ કરે છે તેઓ ઇ-શ્રમ પોર્ટલ માટે અરજી કરવા પાત્ર છે. જેમાં નાના અને સીમાંત ખેડૂતો, ખેત મજૂરો,શાકભાજી અને ફળ વિક્રેતાઓ, સ્થળાંતર કામદારો,શેરક્રોપર્સ ઈંટ ભઠ્ઠાના કામદારો, માછીમાર સો-મિલના કામદારો, પશુપાલન કામદારો, બીડલ રોલિંગ, લેબલીંગ અને પેકિંગ, સુથાર રેશમ ખેતી કામદારો, મીઠું કામદારો, ટેનરી કામદારો,મકાન અને બાંધકામ કામદારો, લેધરવર્કર્સ, દાયણો, ઘરેલું કામદારો, વાળંદ,અખબાર વિક્રેતાઓ, રિક્ષાચાલકો, ઓટો ડ્રાઈવરો, રેશમ ખેતી કામદારો, હાઉસ મેઇડ્સ, સ્ટ્રીટ વેન્ડર્સ, આશા વર્કર અરજી કરી શકે છે.

ઇ-શ્રમ કાર્ડ કઢાવવા માટે ઉંમર ૧૬ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ. EPFO અથવા ESIC ના સભ્ય ન હોવા જોઈએ. આવકવેરો ભરનાર ન હોવો જોઈએ. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતો હોવો જોઈએ. જેમાં આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂા. ૨ લાખ ની સહાય, આંશિક અપંગતતા ના કિસ્સામાં એક વર્ષ માટે રૂા. ૧ લાખ ની સહાય મળી શકે છે.

ઇ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે www.eshram.gov.in પર જોઇ નોંધણી કરાવી શકાશે. તેમજ નજીકના કોમન સર્વિસ સેન્ટર પર કે ઇ-ગ્રામ સેન્ટર જઇને નોંધણી કરાવી શકાશે તેમ મદદનીશ શ્રમ અધિકારી, નવસારી દ્વારા જણાવાયું છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *