છુકછુક કરતી ગાડી આવી ને બીલીમોરા વઘઈ ચાલી:બાપુની ટ્રેનમાં હવે એસી કોચ માણો હવે ખોબલે ખોબલે મોજ

છુકછુક કરતી ગાડી આવી ને બીલીમોરા વઘઈ ચાલી:બાપુની ટ્રેનમાં હવે એસી કોચ માણો હવે ખોબલે ખોબલે મોજ

ગુજરાતના નવસારી જિલ્લાના એક નાના શહેર બિલિમોરાથી ઉપડીને ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા વઘઈ સુધી જનારી બિલિમોરા વઘઈ નેરોગેજ ટ્રેનની શરુઆત ગુજરાતના ગાયકવાડ રાજાઓએ કરી હતી. હવે તે પશ્ચિમી હેરિટેજ ટ્રેન રેલવેનો ભાગ છે. ગુજરાતના નવસારી જિલ્લાના એક નાના શહેર બિલિમોરાથી ઉપડીને ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા વઘઈ સુધી જનારી બિલિમોરા વઘઈ નેરોગેજ ટ્રેન 110 વર્ષની થઈ ગઈ છે. આ ટ્રેનની શરુઆત ગુજરાતના ગાયકવાડ રાજાએ કરી હતી. હવે તે પશ્ચિમી રેલવેનો ભાગ છે. તો આ ટ્રેનનો ટ્રેક 63 કિલોમીટર લાંબો છે. જેની શરુઆત 1913 બ્રિટિશ શાસનના સહયોગથી રાજા સયાજીરાવ ગાયકવાડએ કરી હતી.

આ સમયે આ ટ્રેન ગાયકવાડોના વડોદરા સ્ટેટ રેલવેના અંતર્ગત આવતી હતી. વડોદરાના શાસકોના નિયંત્રણમાં હતી.આ ટ્રેનને શરુ કરવાનો મુખ્ય ઉદેશ્ય રાજ્યને શેષ ભારત સાથે જોડવાનો હતો. 4 ડબ્બા આ સાથે જ આ ટ્રેન રાજ્યમાં મોટાભાગે મળતા સાગના લાકડાને વહન કરવા માટે કામ કરતી હતી.

આઝાદી બાદ આ ટ્રેનને પશ્વિમ રેલવેમાં મર્જ કરી દેવાઈ હતી. જોકે, આ એક માત્ર ટ્રેન ઉપરાંત દરેક મીટર ગેજ અને નેરો ગેજને બ્રોડ ગેજમાં કન્વર્ટ કરવામા આવ્યા છે.આ ટ્રેનમાં પાંચ કોચ છે અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલે છે. આ ટ્રેનથી પોતાની યાત્રા પુરી કરવા માટે 3 કલાક 5 મિનિટનો સમય લાગે છે.

બિલિમોરા-વઘઈ ટ્રેન ડીઝલ એન્જીન આવ્યા પહેલા સ્ટીમ એન્જીન ઉપર ચાલતી હતી. 1937માં આ ટ્રેનમાં ડીઝલ એન્જીન લગાવવામાં આવ્યું હતું. 1954માં આમાંથી સ્ટીમ એન્જીનને મુંબઈના ચર્ચગેટ સ્ટેશનમાં રેલવે હેરિટેજના રૂપમાં રાખવામાં આવ્યું હતું.

ટ્રેન પોતાની યાત્રા દરમિયાન 10 સ્ટેશનોમાંથી પસાર થાય છે. જેમાં ગાંદ્વી, ચિખલી રોડ, રૈંકવા, ઢોલિકુઆ, અનવલ, ઉનાઈ, વાંસા રોડ, કેવડી રોડ, કાલા અંબા અને ડુંગ્ડા વિગેરે સ્થળોએ થઈ વઘઈ પહોંચ છે.

મજેદાર વાત એ છે કે આ ટ્રેન અનેક ક્રોસિંગ ઉપરથી પસાર થાય છે પરંતુ કોઈ ગેટ મેન નથી. ટ્રેન દરેક ક્રોસિંગ ઉપર રોકાય છે અને જેમાં સવાર એક રેલવે કર્મચારી દરેક ક્રોસિંગ ઉપર ઉતરીને ટ્રાફિકને હટાવીને ગેટ બંધ કરે છે અને ટ્રેન ગેટ પાર કર્યા બાદ ગેટ ખોલે છે અને ફરીથી ટ્રેનમાં બેશીને આગળ વધી જાય છે.

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ટ્રેનમાં બે વખત પોતાના નિર્ધારિત સમય ઉપર રવાના થાયે છે. પોતાના ગંતવ્ય ઉપર પહોંવાનો સમય નિશ્ચિત નથી હોતો. આવું એટલા માટે હોય છે કારણ કે આ ટ્રેનમાં ટિકિટ વેચ્યા બાદ ટ્રેનને આગળ વધારવામાં આવે છે.

સયાજીરાવ ગાયકવાડના શાસનમાં અંદાજે 110 વર્ષ પહેલા શરૂ થયેલી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન જાગી લાકડા લાવવા માટે શરૂ થઈ હતી ત્યારબાદ કોરોના કાળમાં અંદાજે બે વર્ષ બંધ થવા પછી જાગૃત લોક પ્રતિનિધિઓ ની બુલંદ માંગણી સાથે રેલવે તંત્ર એ પણ આ ઐતિહાસિક ટ્રેન જરૂરી છે અને હવે પ્રવાસીઓ પણ મોજ માણી શકે એ માટે એસી કોચ લગાવવામાં આવ્યા છે કુદરતી સૌંદર્યથી ભરપૂર નવસારી જિલ્લા થી ડાંગ જિલ્લાના પ્રવાસ હૈયામાં આનંદ છલોછલ કરે એવો છે.

આ હેરિટેજ ટ્રેન થકી ડાંગ જિલ્લા સહિત આજુબાજુના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ટ્રેન નો ઉપયોગ કરી નાના વેપારીઓ ધ્વારા જરૂરી ચીજવસ્તુઓ લઈ ગામના તથા નાના શહેર વેચાણ કરી આર્થિક ઉપાજન પણ કરી રહ્યા છે.

 

Related post

આંતરરાજ્ય મોબાઇલ ચોર: નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં મોબાઇલ ચોરી કરી વેચાણ કરનાર આરોપીને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી ટીમ

આંતરરાજ્ય મોબાઇલ ચોર: નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત સહિત…

નવસારી જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં ઠેક ઠેકાણે નાગરિકોના મોબાઈલ ચોરીની ફરિયાદો વ્યાપક પણે થઈ હતી આ ગુના ઉકેલ માટે જિલ્લા પોલીસ…
નવસારીના કુલીન પરિવારના તેજસ્વી યુવાન તબીબ ધરવ શેખર પરીખે દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા

નવસારીના કુલીન પરિવારના તેજસ્વી યુવાન તબીબ ધરવ શેખર પરીખે…

નવસારીના તેજસ્વી યુવાન ડોક્ટર ધરવ શેખર પરીખ ધ્વારા દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા થયા…
રેડક્રોસ નવસારીના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બિન તબીબ વ્યક્તિ એવા ચેરમેન પદે તુષારકાંત દેસાઈ ની વરણી

રેડક્રોસ નવસારીના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બિન તબીબ વ્યક્તિ…

નવસારી જિલ્લામાં છેલ્લા 50 વર્ષથી માનવસેવા ને ઉજાગર કરતી અને તબીબી જગત માટે કરોડરજ્જુ બની રહેલી નવસારી રેડક્રોસના ઇતિહાસમાં તબીબ ન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *