હવામાન વિભાગ ધ્વારા નવસારી અને ડાંગ જિલ્લામાં પુનઃ 13 તથા 14 માર્ચે વરસાદ ની આગાહી કરાઈ
- Local News
- March 11, 2023
- No Comment
હવામાન વિભાગ ધ્વારા થોડા દિવસ અગાઉ કમોસમ વરસાદની આગાહી કરાઈ હતી.નવસારી જિલ્લામાં 6 માર્ચને બુધવારે કમોસમી વરસાદ થયો હતો. નવસારી તેમજ ડાંગ જિલ્લામાં હજુ તો માવઠું થયાને અઠવાડિયું થયું નથી ત્યાં પુનઃ 13 અને 14 માર્ચ
કમોસમી વરસાદ થવાની આગાહી થઈ છે. હાલમાં
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ નવસારી
જિલ્લામાં 6 માર્ચને બુધવારે કમોસમી વરસાદ થયો
હતો.ચીખલી તાલુકા, વાંસદા તાલુકામાં ઝાપટાં પડ્યા તો નવસારી પંથકમાં છાંટણા થયા હતા. માત્ર એક જ દિવસ સાધારણ
વરસાદ થતા જિલ્લામાં કેરીના પાકને વધુ નુકસાની
થઈ ન હતી. હજુ તો માવઠું થયાને અઠવાડિયું પૂર્ણ થયું નથી. ત્યાં પુનઃ મોસમ વિભાગ આગાહી કરવામાં આવી છે.

આગાહી મુજબ આગામી 13મી માર્ચે ડાંગ જિલ્લામાં
અને 14મી માર્ચે તો ડાંગ જિલ્લા ઉપરાંત નવસારી જિલ્લામાં
પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. આ કમોસમી
વરસાદની આગાહી થી કેરી પકવતા ખેડૂતો ચિંતામાં
મુકાઈ શકે છે, કારણકે નવસારી જિલ્લામાં 33
હજાર હેકટર જમીનમાં કેરીનો પાકનું વાવેતર છે અને આ પાક
હવે તૈયાર થવા જઈ રહ્યો છે. ત્યાં જ પુનઃ આગાહી થઈ છે. કેરીના પાક નુકસાન થવા ની ભીતી સેવાઈ રહી છે. સાથે અન્ય પાકો ચીકુ, શાકભાજી કપાસ, મકાઈ, વિગેરે પણ કમોસમી વરસાદ વરસે તો નુકસાન થવા ની સંભાવના છે.