નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ધાન્ય પાક અંગે લોકોમાં કૃષિ મેળા થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ: તજજ્ઞો દ્વારા લાભો અને વિવિધ પ્રશ્નોનું નિરાકરણ પણ કરાયું

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ધાન્ય પાક અંગે લોકોમાં કૃષિ મેળા થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ: તજજ્ઞો દ્વારા લાભો અને વિવિધ પ્રશ્નોનું નિરાકરણ પણ કરાયું

ભારતભરમાં પહેલા લોકો ઋતુ મુજબ ધાન્ય આરોગતા હતા પરંતુ જેમ જેમ સમયનો વહેણ બદલાતો ગયો તેમ લોકોએ જુદા જુદા ખોરાક આરોગવાની શરૂઆત કરી છે.આ વહેણમાં ઘઉં ચોખા ની ચીજ વિવિધ વસ્તુઓનો લોકોમાં મુખ્ય ખોરાક બનતા પરંપરાગત હલકા ધાન્ય પાક ધીમે ધીમે ભૂલતા જવા પામ્યા છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા એક કૃષિ મેળાનું આયોજન કર્યું હતું. લોકોમાં તેમજ ખેડૂતોમાં ધાન્ય પાક અંગે જાગૃતિ લાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષ 2023 ભારત અને ગુજરાત સરકાર દ્વારા ઇન્ટરનેશનલ મિલિયેટર વર્ષ તરીકે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જે અંતર્ગત ખેડૂતોમાં પાકો નવીનતમ ટેકનોલોજી સાથે પ્રચાર પ્રસાર કરવા અને પાકો વાવણી થાય અને અને આ હલ્કા ધાન્ય પાકો લોકો તેને આરોગવા માટે ઉપયોગી બને તેવા હેતુસર એક જાગૃતિ અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે. નવસારી કૃષિ યુનિવર્સિટી માં સેમિનાર સહિત કૃષિ મેળાનું આયોજન થયું હતું. આજે સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલમાં 250 જેટલા ખેડૂતોમાં હલકા દાન્ય પાક અંગે જાગૃતતા લાવવા માટે આયોજન કરાયું હતું.

હલકા ધાન્ય પાકો અંગે ખેડૂતો અને લોકોમાં જાગૃતિ આવે તે માટે એક દિવસીય સેમિનારનું કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ.પી. પટેલ ની અધ્યક્ષતામાં કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દસ વર્ષમાં ચોમાસાની ખેતીમાં ગુજરાતમાં મોટા પરિવર્તનો આવી ગયા છે.

ખાસ કરીને હવામાન પરિવર્તન અને ભાવ ફેર ના કારણે હોવાનું અનુમાન ખેડૂતોનું છે દિવસ અને દિવસે વાવેતર વિસ્તાર ઘટી રહ્યો છે. વર્ષો અગાઉ ખેડૂતો દ્વારા બંટી, નાગલી,હોમલી,કાંગ,રાજગરો બાવટો જેવા 30 જેટલા બરછટ અનાજ પેદા કરવામાં આવતા હતા. બાજી જુવાર ની આ સ્થાનિક પેટા જાતો પહેલા પારાવાર થતી હતી.

પરંતુ આવી હજારો જાતો ધીમે ધીમે નાશ પામી છે. હરિયાળી ક્રાંતિ સામાજિક આર્થિક અને હવામાન ફેરફારને કારણે આવી જાતોનું સર્વનાશ થઈ રહ્યું છે. ગુજરાતના લોકો આ પરંપરાગત અનાજ છોડીને ચોખા અને ઘઉં લોકોનો મુખ્ય ખોરાક બની ગયો છે. તેથી ચોખાનું ઉત્પાદન 125 ટકા અને ઘઉંનું ઉત્પાદન 300ટકા જેટલું વધવા પામ્યું છે 60 વર્ષ પહેલા આ હલકા ધાન્યો 40ટકા લોકો આરોગતા હતા. જે વર્ષ 2006 માં 21 ટકા હતું અને વર્ષ 2020 માં 11% થઈ ગયું છે.

કૃષિ વિજ્ઞાનીઓ માને છે કે આવતા 50 વર્ષમાં આ બધી પરંપરાગત અનાજ ની જાતો લુપ્ત થઈ જશે લોકોમાં તેમજ ખેડૂતોમાં પરંપરાગત અનાજ ના વાવેતર તેમજ લોકોમાં બદલાવ લાવવાથી ખેતી સમૃદ્ધ કરાશે સાતે સાતે લોકોમાં આરોગ્ય ખરાબ થતું અટકશે રાગી કાનજી જેવા શેઠ પાઠ હવે લુપ્ત થઈ રહ્યા છે.

ત્યારે આ સેમિનાર થકી દક્ષિણ ગુજરાતના ડુંગરા આદિવાસી વિસ્તારના ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા હલકા દાન્ય પાકોમાં જુવાર બાજરી ગોધરા નાગલી બંટી વળી કાન સામો રાજગરો વગેરે છે આ પાકોનું વાવેતર દક્ષિણ ગુજરાતના ડુંગરાડ વિસ્તારમાં આદિવાસી દ્વારા વધારે પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે.અને આદિવાસી લોકો દ્વારા તેને આરોગવામાં પણ આવે છે.પરંતુ શહેરી વિસ્તારમાં ખૂબ જ નહિવત પ્રમાણમાં આવા અલકા ધન્ય આરોગતા લોકો જોવા મળી રહ્યા છે. ત્યારે હલ્કા ધન્ય પાકોમાં સંશોધનો પ્રક્રિયા કરણ મૂલ્ય વર્ધન અંગે ખેડૂતોને વૈજ્ઞાનિકો દ્વારા જવી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું હલકા ધાન્ય પાકથી ખેતીમાં થતા લાભો પણ તેમને જણાવવામાં આવ્યા હતા.

આ કૃષિ મેળામાં ઉપસ્થિત વૈજ્ઞાનિકોએ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું હતું આ બદલાવની સાથે ખેતી સમૃદ્ધ થશે સાથે લોકોનો આરોગ્ય પણ સુધારવામાં મદદરૂપ થશે ખેડૂતોને અલકા ધાન્ય પાકોની ભલામણ તકનીકો અપનાવીને આરતી રીતે પગ પર થવાની સલાહ પણ આપવામાં આવી હતી અને લોકોને રોજિંદા જીવનમાં આહાર તરીકે હલકા ધાન્ય અપનાવવા જોઈએ તેમજ મહિલા અને બાળકોનું સ્વાસ્થ્ય માટે હલકા ધાન્ય પાકોનું આહારમાં મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.

હવામાનના અનુકૂળ જાતો ની વાવણી તેમજ મૂલ્ય વર્ધન ની સાથે સાથે ધન્ય પાકોનું મહત્વ અને અગત્યની જાતો વિશે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ પી પટેલે માર્ગદર્શન આપ્યું હતું.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *