નવસારીમાં હૈયું કંપાવી દે તેવો બનાવ સામે આવ્યો: ઘરના મોભીએ 2 બાળકી અને પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો.
- Local News
- March 12, 2023
- No Comment
નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના રવાણીયા ગામે પરિવારના મોભી દ્વારા તમામ સભ્યોની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
નવસારીના વાસંદા તાલુકાના રવાણીયા ગામમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા છે. ત્યારે પરિવારમાં બે બાળકી અને પત્નિની હત્યા કરવામાં આવી છે. ત્યારે પરિવારના સભ્યોની હત્યા કર્યા બાદ ઘરના મોભીએ પણ આપઘાત કર્યો છે. ત્યારે હત્યા અને આપઘાત પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. એક જ પરિવારના ચાર સભ્યોએ મોતને પગલે સમગ્ર ગામ સહિત વાંસદા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ધટનાની જાણ વાંસદા પોલીસ થતા સ્થળ ઉપર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે