
નવસારી ની પારસી હોસ્પિટલ ધ્વારા વુમન ક્રિકેટ આયોજન કરાયું
- Sports
- March 12, 2023
- No Comment
નવસારી જિલ્લાની અગ્રણી અને લોકોને રોગીઓને નીરોગી રાખવા જજુમતી પારસી હોસ્પિટલ ટ્રસ્ટનો મહિલા દિવસના ભાગ રૂપે હોસ્પીટલના નર્સ સ્ટાફને પ્રોત્સાહિત કરવા અનોખો પ્રયાસ કરવામાં હાથ ધરવામાં આવ્યો હતો. નવસારીના પારસી હોસ્પિટલ ની પાછળના ભાગે આવેલા ગ્રાઉન્ડમાં પારસી હોસ્પિટલ વુમન ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલની નર્સ બહેનો દ્વારા ચાર જેટલી ટીમો બનાવીને સમગ્ર મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રમાયેલી મેચમાં મેન ઓફ ધ મેચ, રનર્સઅપ, અને વિનર તમામ શ્રેણીના ઇનામ આપવામાં આવ્યા હતા. સમગ્ર મેચના અંતે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા હોસ્પિટલના ટ્રસ્ટી, ડોક્ટર, અને હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો.