
વાંસદાના રવાણિયા ગામે અન્ય સ્ત્રી સાથે સંબંધ કારણે પરિવાર વિખેરાયો: બે બાળકી હત્યા કરી દંપતીએ પોતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા એક સાથે પરિવારમાં ચાર ના મોત પગલે ગામ સન્નાટો છવાયો
- Local News
- March 12, 2023
- No Comment
નવસારી જિલ્લાના કાળજુ કંપાવી એક દેતી ઘટના સામેઆવી છે. વાંસદા તાલુકાના રવાણિયા ગામે દંપતીએ બે બાળકીઓની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લીધી છે.આ હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ પ્રેમપ્રકરણ સામે આવ્યું છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી આખા ગામ તથા આજુબાજુના પંથકમાં સન્નાટો છવાઇ ગયો છે.
પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, વાંસદા તાલુકાના રવાણીયા ગામના બોરી ફળિયામાં રહેતો 39 વર્ષીય ચુંનીલાલ જત્તર ગાવિતના લગ્ન નવ વર્ષ અગાઉ તનુજાબેન સાથે થયા હતા. નવ વર્ષના લગ્ન જીવનમાં દંપતીને બે બાળકી હતી. ચુનીલાલ યુનિબેઝ કંપની દમણ ખાતે નોકરી કરતો હતો. તેની સાથે કામકરતી આહવા ડાંગ જિલ્લાની યુવતી સાથે તેનો પ્રેમ સંબંધ બંધાયો હતો.
ચુંનીલાલના લગ્ન બાદ અન્ય સ્ત્રી સાથેના પ્રેમ સંબંધ વાત પત્નીને ખબર પડતા આ વાતના પગલે માઠઠું લાગી આવ્યું હતું. ચુનીલાલને સાથે કામ કરતી સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોય જેના કારણે પતિ-પત્ની વચ્ચે મનદુઃખ ચાલતું હતું. થોડા સમય અગાઉ દંપતી સાપુતારા ફરવા ગયું હતું. જ્યાંથી પરત આવી ગઇકાલે તેઓ સાંજે વાંસદા ગયા હતા.
જ્યાં તેઓએ બાળકોને મારીને આત્મહત્યા કરવાનો પ્લાનકર્યો હતો અને ત્યારબાદ મોડી રાતે તેઓ પાછા ફર્યા હતા.ચુનીલાલના પ્રેમસબંધના કારણે ચુનીલાલ તથા તેની પત્ની તનુજાએ તેમની પોતાની બન્ને દીકરીઓ જેમા મોટી દીકરી કસીસ (ઉ.વ.7) તથા તેનાથી નાની દિકરી ધિત્યા (ઉ.વ-આશરે 4 માસ)ને ગળે ટુંપો દઈ મારી નાંખી મોત નિપજાવી દંપતી પોતપોતાની મેળે નાયલોન દોરડાથી ઘરની પજારીના ભાગે લાકડાનાડાંડા ઉપર દોરડુ બાંધી બંન્ને જણાએ ગળેફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી.
વહેલી સવારે બાળકોને જાગેલા ન જોતા તપાસ કરતા તમામના મૃતદેહ જોવા મળ્યા હતા. આ બાબતેચુનીલાલના પિતા જતરભાઈ માધુભાઈ ગાંવીતે વાંસદા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવતાં પોલીસે બે ગુના નોંધ્યા છે. જેમાં એક બાળકોની હત્યામાં મૃતક પતિ-પત્ની વિરુદ્ધ અને બીજા કેસમાં પતિ-પત્નીના આકસ્મિક મોતનો ગુનો નોધ્યો છે. આ મામલે વાંસદા પોલીસે બે ફરિયાદી નોંધીને વધુ તપાસહાથ ધરી છે.