નવસારી શહેરના આશાબાગ વિસ્તારમાં ઘરફોડ ચોરી પ્રયાસ :ચોરી કરવા આવેલ ચોર સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયો
- Local News
- March 13, 2023
- No Comment
નવસારી શહેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ બનાવો બનવા પામી રહ્યા છે તો ક્યાં ચોરીના નિષ્ફળ બનાવો પણ થયા હોવાનું સામે આવી રહ્યા છે.

ચોર ઈસમો દિવસ દરમ્યાન તેમજ રાત્રી દરમ્યાન પડકાર આપતા હોય તેમ બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે. નવસારી શહેરના થોડા દિવસ અગાઉ પોશ વિસ્તાર લુન્સીકુઈ હોય કે ગ્રામ્ય વિસ્તાર અવારનવાર ચોરી થયાની ધટના સામે આવી રહી છે. ચોરોને હવે પોલીસનો પડકારૂપ બન્યા છે. અવારનવાર શહેરી વિસ્તારમાં ચોરીના બનાવ પગલે હવે ચોરોને પોલીસ ખોફ રહ્યો તેવું લોકચર્ચા ઉઠવા પામી છે.
ગતરાત્રી દરમિયાન નવસારી શહેરના પોશ વિસ્તાર એવા ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો.શહેરના આશાબાગ વિસ્તારમાં બંધ ઘરનું તાળું તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંબા ભવન નામના ઘરનો તાળું તોડવાનો ચોર ધ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.પરિવાર હાલ વિદેશ ગયા હોવાના કારણે ઘર છેલ્લા એક વર્ષથી બંધ છે.

ચોરી કરવા આવેલ યુવક સીસીટીવીમાં થયો કેદ થવા પામ્યો છે.ગત રાત્રી દરમ્યાન 12 વાગીને 18 મિનિટે ઘરમાં પ્રવેશી તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘરની અંદર પ્રવેશી ન શકતા ચોરી કરવામાં અસમર્થ બન્યો હતો.

નવસારી શહેરના ઘરફોડ ચોરીઓ પગલે તેમજ ગતરાત્રી ચોર ધ્વારા ચોરીના પ્રયાસ પગલે પોશ વિસ્તારમાં બનાવ બનતા આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.રાત્રીના સમયે ચોરીની ઘટનામાં વધારો થતા પોલીસ નાઈટ પેટ્રોલિંગ ઉપર નવસારીજનો સવાલો ઉઠાવી રહ્યા છે. ચોરી સંદર્ભે પરિવારના પરિજનો દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.આ ધટના અંગે પોલીસ ધ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે.