હોળી બાદ નવસારી જિલ્લામાં ઉનાળાના આગમન શરૂઆત થઈ ગઈ 

હોળી બાદ નવસારી જિલ્લામાં ઉનાળાના આગમન શરૂઆત થઈ ગઈ 

હોળી બાદ નવસારી જિલ્લામાં ઉનાળાના આગમન શરૂઆત થઈ ગઈ છે. તેમ આજરોજ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું હતું. બપોરનાસમયે આકરા તાપ તેમજ બફારાના કારણે લોકોએ બહાર જવાનું ટાળ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમવિભાગમાંથી મળતી માહિતી મુજબ શનિવારે મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે લઘુતમ તાપમાન 17.6 ડિગ્રી નોંધાયું હતું.સવારે ભેજનું પ્રમાણ 51 ટકા જ નોંધાયું હતું. બપોરે તેમાં ઘટાડો થતા માત્ર 25 ટકા જ નોંધાયું હતું.પવનની ગતિ છેલ્લા બે દિવસથી બદલાઈ જતા આજરોજ પ્રતિ કલાક 5.8 કિમીની ઝડપે ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ ફૂંકાયો હતો.

ઉનાળાની શરૂઆતમાં જ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી હોય આવનાર 3 માસમાં મહત્તમ ગરમીમાં વધારો થશે. તેમ વાતવરણવિદોએ જણાવ્યું હતું. નવસારીજિલ્લામાં હોળીના પર્વ બાદ ઉનાળાની શરૂઆત થતી હોય છે. છેલ્લા બે દિવસમાં તાપમાનમાં વધારો થતાં બપોરના સમયે કાળઝાળ ગરમીના કારણે લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે.આવતીકાલથી વાતાવરણમાં બદલાવથશે તેવી માહિતી મોસમ વિભાગે આપી છે.

આજરોજ 37.5ડિગ્રી ઉનાળાની શરૂઆતમાં મહત્તમ તાપમાન નોંધાતું હોય ત્યારે આગામી દિવસમાં ગરમીમાં વધારોથશે એ નક્કી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારીજિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં થઇ રહેલા વધઘટને લઇને લોકો અકળાઇ ઉઠ્યા છે. તેમજ હવામાન વિભાગ ધ્વારા દક્ષિણ ગુજરાત માં આવતીકાલ થી 17 તારીખ સુધી માવઠા આગાહી કરવામાં આવી છે.

આજ સવારથી નવસારીના વાતાવરણ આગાહીના પગલે વાતાવરણ અચાનક ફેરફાર હોવા છતાંય લોકોને બફારા અહેસાસ થયો હતો.તેમાંય હાલના તબક્કે કાળઝાળ ગરમીથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આગામી સમયમાં આગરમીનો પારો વધવાની પૂરી સંભાવના છે ત્યારે હવેલોકો ગરમીથી રાહત મેળવવા માટેના ઉપાયો શોધી રહ્યા છે.

છેલ્લા નવ દિવસના મહત્તમ તાપમાનના આંકડા આ મુજબ છે.

5 માર્ચના રોજ 38.2 ડિગ્રી, 6માર્ચના રોજ 35 ડિગ્રી, 7માર્ચના રોજ 35.1 ડિગ્રી,8 માર્ચના રોજ 35.1 ડિગ્રી,9 માર્ચના રોજ 36.7ડિગ્રી, 10 માર્ચના રોજ 35.5 ડિગ્રી અને 11 માર્ચના રોજ 38 ડિગ્રી, 12 માર્ચ ના રોજ 38.5 ડિગ્રી આજે 13 માર્ચ ના રોજ 37.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

છેલ્લા બે દિવસ બાદ આજરોજ 1 ડિગ્રીનો ધટાડોમાં નોંધાવા પામ્યો છે.નવસારીના લોકોને આશિંક રાહત અનુભવ્યો હતો.

 

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *