
નવસારી શહેરમાં બે વોર્ડમાં પાણી વહેંચણી મુદ્દે તકરાર સામે આવી
- Local News
- March 13, 2023
- No Comment
માનવીય જીવન પાણી એ ખૂબ મહત્ત્વનું ભાગ ભજવે છે. ત્યારે નવસારીવિજલપોર નગરપાલિકા ધ્વારા નવસારી શહેર માં પાણી વહેંચણી ના પ્રશ્ને વિવાદ સર્જાયો હતો.શહેર ના વોર્ડ નંબર 13 માં નંખાયેલી પાણી ની લાઈન માંથી વોર્ડ નંબર 6 ના વિસ્તારમાં જોડાણ આપી દેવાતા વિવાદ થયો હતો.
જેને લઈ બંને વોર્ડના રહીશો સહિત નગરસેવકો આમને સામને આવી ગયા હતા.અને રાજકીય દાવપેચ વચ્ચે પાણી વહેંચણી મુદ્દે લોકોની રજુઆત અટવાઈ હતી.વોર્ડ નંબર 6 ના રહીશો અને નગરસેવકો એ પાલિકા કચેરી ઉપર મોરચો માંડ્યો હતો.અને હલ્લબોલ પણ કર્યો હતો.
આખરે નવસારી વિજલપોર પાલિકા પ્રમુખે વોર્ડ 6ના રહીશો ની રજુઆત સાંભળી હતી.અને બંને વોર્ડ ના નગરસેવકો સાથે ચર્ચા કરી સમસ્યા નું સુખદ સમાધાન લાવવાનું લોકોને આશ્વાસન આપ્યું હતું.
પાણી વહેંચણી મુદ્દે વોટર વર્કસના ચેરમેન પ્રશાંત દેસાઈના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 6 માં પાણીની લાઈન નાખવા માટે વોર્ડ નંબર 13 ના રહીશોને તકલીફ ઊભી થતા તેમને નવી લાઈન માંથી પાણી આપવામાં આવ્યુંહતું ત્યારે આ મામલે અમે બંને વોર્ડના લોકો અને નગર સેવકોના પ્રશ્નોનું સુખદ સમાધાન આવી જાય તે દિશામાં કાર્ય કરી રહ્યા છે. તેમજ તે અંગે વોટરવર્કસ ના અધિકારી તથા કર્મચારીઓ આ મુદ્દે જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી હોવાનું જણાવ્યું છે.