
બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા મોરારજી દેસાઈ વ્યાખ્યાન માળા ઉપક્રમે ડો જય નારાયણ વ્યાસ નું પ્રવચન યોજાયું
- Local News
- March 13, 2023
- No Comment
બૃહદ અનાવિલ સમાજ નવસારીના ઉપક્રમે જાણીતા વક્તા ડોક્ટર જયનારાયણ વ્યાસનું પ્રવચન મતિયા પાટીદાર વાડી ખાતે અનાવિલ સમાજ પ્રમુખ મુકેશ નાયક ની અધ્યક્ષતામાં ઉપપ્રમુખ ધર્મેશ દેસાઈ અને મંત્રી પ્રશાંત દેસાઈ તથા વરિષ્ઠ ટ્રસ્ટી દેવુભાઈ મહેતા રણજીતભાઈ નાયક છાપરાકર નટુભાઈ નાયક જલાલપુર વગેરેની ઉપસ્થિતિમાં ડોક્ટર જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે આ વ્યાખ્યાનમાળામાં પરંપરાઓની આરપાર નવી પેઢી વિષય છે ત્યારે સદગત વડાપ્રધાન મોરારજી દેસાઈની વંદના કરું છું.
તેમણે યુવા પેઢીને આહવાન કર્યું હતું કે જગતને જાણવા અને માણવા પ્રશ્નો કરવા જોઈએ માતા પિતાએ પોતાના અધુરા સ્વપ્ના બાળકોમાં થી બળજબરીથી રોપવા ન જોઈએ આપણે કુપ મુંડક ન બનવું જોઈએ અનેક આક્રમણો છતાં હિન્દુ સંસ્કૃતિ અજર અમર રહી છે સિદ્ધાંતનો શિંગડું ન વાગે એટલું અકારપણું રાખવું જરૂરી નથી જળતા છોડીને તરલતા રાખવી જોઈએ જીવનમાં કોઈપણ તક છેલ્લી હોતી નથી અતિવ વિશ્વાસ અને અતિમાન ન રાખવા જોઈએ.
માણસ ધમકીઓ ઉચ્ચારે ત્યારે તેના પાયામાં ખામી છે એમ સમજવું જ્ઞાનથી મોટી કોઈ જાગીર નથી.દેવુભાઈ મહેતા અજયભાઈ દેસાઈ, ગૌતમ મહેતા,વિનોદભાઈ દેસાઈ કૌશિક દેસાઈ વગેરે પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો.