
નવસારી શહેર સહિત જિલ્લાના અન્ય તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો: બાગાયતી પાક સહિત અન્ય પાકોમાં નુકસાન ભીતિ સેવાઈ રહી છે.
- Local News
- March 14, 2023
- No Comment
ગત રાત્રીએ નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડકાની સાથે વરસાદ વરસ્યો હતો. જોકે અગાઉથી જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ માવઠું થવાની આગાહી કરી હતી.

જેને લઇ ગઈકાલે નવસારી જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું. અનેક તાલુકામાં વરસાદ પડ્યો તો રાત પડતા નવસારી શહેર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.નવસારી શહેર સહિત અનેક ગ્રામ્ય વિસ્તાર વિસ્તારોમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી નવસારી જિલ્લા સહિત સુરત શહેર ઉપરાંત સુરત જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઉનાળામાં માવઠું પડતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.માવઠાના વધુ એક રાઉન્ડથી કેરી,ચીકુ અને શાકભાજી સહિતના અન્ય પાકને નુકશાનની ભીતિ સર્જાતા ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. નવસારી શહેર તેમજ નવસારી જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જલાલપોર તાલુકા મરોલી,મટવાડ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.
નવસારી શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ સાંજ બાદ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. શહેરમાં સહિત ગણદેવી,ચીખલી સહિત અન્ય તાલુકામાં ગાજ વીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા જ શહેરમાં અચાનક ઠંડક પ્રસરી છે અને શહેરમાં ભરઉનાળે ચોમાસાની જેમ માહોલ બની જવા પામ્યો હતો.જે રીતે હવામાનમાં પલટો આવ્યો છે અને ઉનાળાની શરૂઆત તેની સાથે વરસાદ માવઠાની સ્થિતિ સર્જાઈ છે.
હજુ થોડા દિવસો પહેલા જ માવઠા અને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું હતું. ત્યારે ફરી એક વખત ત્રણ દિવસની વરસાદની આગાહીને લઈ વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઉનાળા ઋતુ લઈ કેરી, ચીકુ સહિત બાગાયતી પાકો કે જે દેશ અન્ય રાજ્યો સહિત વિદેશમાં પણ વેચાણ થાય છે આવા મબલક પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

દક્ષિણ ગુજરાતમાં લેવામાં આવતા અન્ય બાગાયતી પાકને મોટું નુકસાન થવાની ભીતી આ માવઠાને લઇ સેવાઈ રહી છે. ઉપરાંત કેરીમાં આવેલા મોર સહિત કેરીના મરવા સહિત કેરી ખરી પડતા આ વખતે કેરીને મોટું નુકસાન થવા પામશે.ગુજરાતમાં માવઠાને લેવામાં આવતા બાગાયતી પાક સહિત અન્ય જિલ્લાઓમાં લેવાતા પાકોમાં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
