IIM અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી અજય બાંગા વિશ્વ બેન્કના વડા બનશે

IIM અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી અજય બાંગા વિશ્વ બેન્કના વડા બનશે

  • Finance
  • March 15, 2023
  • No Comment

અમેરિકાના પ્રમુખ જો બાઇડેને અબજો ડોલરની લેવડ-દેવડ કરતી સંસ્થાના વડા તરીકે નોમિનેટ કર્યા

આઇઆઇએમ-અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી મૂળ ભારતીય અજય બાંગાને વર્લ્ડ બેન્કના વડા તરીકે નોમિનેટ કરાયા છે. આ મહત્વના હોદા પર ભારતવંશીનું નામાંકન દર્શાવે છે કેવિશ્વમાં ભારતનો દબદબો વધી રહ્યો છે. બાંગાને 2016માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસે પદ્મ વિજેતા બાંગાના નોમિનેશનની જાહેરાત કરી હતી. બાંગાનો જન્મ પૂણેમાં થયો હતો. તેમના પિતા હરભજન સિંઘ ભારતીય સેનામાં લેફ્ટેન્ટ- જનરલના હોદા પરથી નિવૃત્ત થયા હતા. તેઓ આ મહિને નિવૃત્ત થનારડેવિડ મેલપાસના અનુગામી બનશે.

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેલપાસને નોમિનેટ કર્યા હતા. તેમણે પોતાના પાંચ વર્ષના કાર્યકાળથી,એક વર્ષ અગાઉ જ હોદ્દો છોડવાની જાહેરાત કરી હતી.

એક પરંપરા મુજબ વર્લ્ડ બેન્કના પ્રમુખ તરીકે અમેરિકાની નોમિની જ હોય છે. બાઈડને એક નિવેદનમાં કહ્યું હતું કે ‘ઇતિહાસની આ મહત્વના ક્ષણે વર્લ્ડ બેન્કને લીડ કરવા માટે અજય એકદમ સજ્જ છે. તેઓ વિકાસશીલ અર્થતંત્રોમાં રોકાણ લાવવા અને

રોજગારી ઊભી કરતી સફળ વૈશ્વિક કંપનીઓને ઊભી કરવા અને સંચાલન કરવામાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ સમયાંતરે મૂળભૂત સુધારા થકી સંસ્થાઓને માર્ગદર્શન

આપવામાં મહારત ધરાવે છે. તેઓ લોકો અને સિસ્ટમ્સને મેનેજ કરવાનોતેમજ વિશ્વભરના નેતાઓ સાથે સારા સંબંધો સ્થાપિત કરવાનો સારો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. જેના પરિણામો પણ મળ્યા છે.’ 63 વર્ષીય બાંગાએ હૈદરાબાદમાં સ્કૂલનું શિક્ષણ લીધું હતું અને દિલ્હીના સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. આઇઆઇએમ- અમદાવાદમાંથી મેનેજમેન્ટ ડિગ્રી મેળવનાર બાંગાએ નેસ્લેથી પ્રોફેશનલ કેરીયરની શરૂઆત કરી હતી.

પેપ્સિકો અને સિટીમાં પણ તેમણે મહત્વની જવાબદારી સ્વીકારી હતી. માસ્ટરકાર્ડના સીઇઓ પણ રહી ચૂક્યા હતા. હાલમાં તેઓ જનરલ એલાન્ટિકના વાઇસ ચેરમેન છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *