ક્રૂડ ઓઈલ સવા વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યું, ભારતમાં પેટ્રોલ-ડીઝલ 15 રૂપિયા સસ્તું થશે!

ક્રૂડ ઓઈલ સવા વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યું, ભારતમાં પેટ્રોલ-ડીઝલ 15 રૂપિયા સસ્તું થશે!

  • Finance
  • March 16, 2023
  • No Comment

ક્રૂડ ઓઈલ સવા વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યું, ભારતમાં પેટ્રોલ-ડીઝલ 15 રૂપિયા સસ્તું થશે?!
ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકોઃ બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે બ્રેન્ટ ક્રૂડ લગભગ 4 ડોલર પ્રતિ બેરલ ઘટીને 73.62 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.


ક્રૂડ ઓઈલની કિંમતઃ વિશ્વની સૌથી મોટી બેંકોમાંની એક ક્રેડિટ સુઈસના ડૂબવાના અહેવાલો વચ્ચે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં લગભગ 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકન તેલમાં 5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિડલ ઇસ્ટ ઓઇલની કિંમતમાં પણ લગભગ 5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ દોઢ વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી ગયા છે. આ સાથે ભારતીય વાયદા બજારમાં કાચા તેલમાં લગભગ 6 ટકાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. જાણકારોના મતે ક્રૂડ ઓઈલમાં ઘટાડાને કારણે આ વર્ષે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 15 રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે.

 

વિદેશી બજારોમાં ક્રૂડ ઓઈલ તૂટ્યું
નાણાકીય ક્ષેત્રે આવેલા ભૂકંપની અસર કાચા તેલની કિંમતમાં પણ જોવા મળી રહી છે. બ્લૂમબર્ગ કોમોડિટી અનુસાર, બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં 5 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે બ્રેન્ટ ક્રૂડ લગભગ 4 ડોલર પ્રતિ બેરલ ઘટીને 73.62 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જેની કિંમત પ્રતિ બેરલ $72 થી નીચે જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તે જ સમયે, અમેરિકન ઓઇલ WTIની કિંમતમાં 5.26 ટકાનો ઘટાડો થયો છે અને કિંમત બેરલ દીઠ $ 3.63 ઘટીને $ 67.70 પ્રતિ બેરલ થઈ ગઈ છે. બંને ક્રૂડ ઓઈલના ભાવ ડિસેમ્બર 2021ના નીચલા સ્તરે આવી ગયા છે.

ભારતમાં ક્રૂડ ઓઈલ 6 ટકા સસ્તું થયું છે
બીજી તરફ, ભારતના વાયદા બજારમાં કાચા તેલની કિંમતમાં લગભગ 6 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને કિંમત 346 રૂપિયા ઘટીને 5,637 રૂપિયા પ્રતિ બેરલ પર આવી ગઈ છે. ટ્રેડિંગ સેશન દરમિયાન ક્રૂડ ઓઇલ રૂ. 5,617 સુધી પહોંચી ગયું હતું. જો કે, ફ્યુચર્સ માર્કેટમાં ક્રૂડ ઓઇલ રૂ. 5,968 પર ખુલ્યું હતું. નિષ્ણાંતોનું માનીએ તો ક્રૂડ ઓઈલ 5,500 રૂપિયા સુધી નીચે આવવાની શક્યતા દેખાઈ રહી છે.

પેટ્રોલ સસ્તું થશે?
કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઈલની કિંમતમાં વધુ ઘટાડો થઈ શકે છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત $72 સુધી જઈ શકે છે. જેની પહેલાથી જ આગાહી કરવામાં આવી રહી હતી. વાસ્તવમાં નાણાકીય ક્ષેત્ર ડૂબવાને કારણે કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. IIFLના વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર અને ઓઈલ માર્કેટ કંપનીઓના સંયુક્ત પ્રયાસોથી ઈંધણની કિંમતમાં 15 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થઈ શકે છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
આંતરરાષ્ટ્રીય ચા દિવસ: ફક્ત 21 મે ના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?

આંતરરાષ્ટ્રીય ચા દિવસ: ફક્ત 21 મે ના રોજ જ…

ભારત સહિત ઘણા દેશોમાં ચા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે 21 મે ના રોજ આંતરરાષ્ટ્રીય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *