નવસારી નાબાર્ડ ધ્વારા જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બનાવવા અનેરો પ્રયાસ હાથ ધરાયો

નવસારી નાબાર્ડ ધ્વારા જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બનાવવા અનેરો પ્રયાસ હાથ ધરાયો

કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર ધ્વારા જુદી જુદી યોજનાઓ તેમજ મેળા થકી શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર બહેનો આત્મનિર્ભર કરવા કટિબદ્ધ છે.ત્યારે નવસારી જિલ્લામાં પણ આવું એક આયોજન નવસારી ના નાબાર્ડ કરવામાં આવ્યું છે

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી નવસારી જિલ્લામાં બહેનોએ શૂન્યમાંથી સર્જન કરી નારીથી આત્મનિર્ભર ગુજરાતની પરિકલ્પનાને સાચા અર્થમાં સાકાર કરી છે. ત્યારે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ( નાબાર્ડ ) દ્વારા નવસારી શહેરમાં બે દિવસ્ય સખી પ્રદર્શન કમ વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી જીલ્લાની મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણના હેતુસર નો શુંભારભ નવસારી કલેકટર અમિત પ્રકાશ યાદવે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો છે.

 

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી નવસારી જિલ્લામાં બહેનો આત્મનિર્ભર છે. આ બહેનો દ્વારા વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ચીજવસ્તુઓનું વેચાણ થાય અને અમને વેંચાણનું પ્લેટફોર્મ મળી રહે તેવા ઉમદા હેતુ સારા રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ( નાબાર્ડ ) દ્વારા નવસારી શહેરમાં બે દિવસ્ય સખી સખી પ્રદર્શન કમ વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન સાથે વેચાણમાં 25 થી વધુ સ્ટોલ મુકવામાં આવ્યા હતા. મિશન મંગલમ યોજના દ્વારા વિવિધ સહાય મેળવવા સાથે મસાલા, પાપડ, પાપડી, અથાણા, માસ્ક, ડેકોરેશન, મીણબતી, ફરસાણ, સાડી ભરત, સિલાઈકામ અને ચોકલેટ જેવી લઘુઉધોગ સંબંધિત ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

નવસારી નાબાર્ડનાં બી કે સમાંત રાયે નવસારીના કાલિયાવાડી ખાતે એસએચજી ઉત્પાદકોનું સૌથી મોટું પ્રદર્શન અને વેચાણનો શુભારંભ કરી સ્ટોલ પ્રદર્શનની મુલાકાત મેળવી મહિલાઓ દ્વારા વેચાણ થતી ચીજ વસ્તુઓની ખરીદી કરી તેઓને સ્વનિર્ભર થવામાં સહયોગ પૂરો પાડવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ( નાબાર્ડ ) દ્વારા નવસારી શહેરમાં કાલિયાવાડીનાં સ્વપ્નલોક ખાતે બે દિવસ્ય સખી સખી પ્રદર્શન કમ વેચાણ સમારોહમાં કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે કૃષિ આવક બમણી કરવા માટેની કેન્દ્રની માંગ સાથે નાબાર્ડે ખેડૂત ધિરાણ સંસ્થાઓ (એફપીઓ)ના પ્રોત્સાહનની પ્રશંસનીય શરૂઆત કરી છે અને સાથે ગ્રામ્ય અને શેહેરી વિસ્તારની આર્થિક રીતે નબળી બેહનોને રોજગારી મળે તે હેતુસર યોજનામાં બહેનોને તાલીમ આપવામાં આવે છે.

મહિલાઓના ઉત્થાન માટેની કટીબધ્ધતા ધ્યાને લઇ મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવાના ભાગરૂપે મહિલાઓની ઉત્પાદિત ચીજ વસ્તીઓનું વેચાણ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે નવસારી નાબાર્ડના બી કે સમાંત રાયે જણાવ્યું હતું કે કૃષિ આવક બમણી કરવા સાથે બહેનોએ પગભર કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર બનાવા માટે હાંકલ કરવામાં આવી છે, જેમાં વોકલ ફોર લોકલની પણ અપીલ કરાઈ છે. ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ વસ્તુઓ આત્મનિર્ભર ભારતને સમર્થન મળશે. આ પ્રસંગે મહાનુભાવો સાથે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્‍ય સરકાર ધ્વારા જુદા જુદા જિલ્લાઓ તેમજ સમાજસેવી સંસ્થાઓ પણ આવા મેળા આયોજન કરતા હોય નવસારી જિલ્લાની સખી મંડળની બહેનોએ જુદી જુદી ચીજ વસ્તુઓ ઉત્પાદન સાથે સ્ટોલ રાખી વેચાણ કરી આર્થિક ઉપાજન પણ કરી અન્ય બહેનો સાથે જોડી ને તેમને પણ આત્મનિર્ભર બની રહી છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *