અરુણાચલ પ્રદેશમાં આર્મી ચિતા હેલિકોપ્ટર ક્રેશ: પાયલોટ ગુમ

હેલિકોપ્ટર ક્રેશઃ અરુણાચલ પ્રદેશમાં એક મોટી દુર્ઘટના થઈ છે. ભારતીય સેનાનું એક ચિતા હેલિકોપ્ટર રાજ્યના મંડલા પહાડી વિસ્તારમાં ક્રેશ થયું છે. દુર્ઘટના બાદ પાયલોટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટના કેવી રીતે બની તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. દુર્ઘટના બાદ લાપતા પાયલોટની શોધ કરવામાં આવી રહી છે.

દુર્ઘટના અંગે, ગુવાહાટીમાં સંરક્ષણ પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં બોમડિલા નજીક ઓપરેશન સૉર્ટી ઉડાન ભરી રહેલા ચિતા હેલિકોપ્ટરનો ગુરુવારે સવારે 09:15 વાગ્યે ATC સાથે સંપર્ક તૂટી ગયો હોવાની જાણ થઈ હતી. તેમણે કહ્યું છે કે બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર છે. સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

 

 

પ્રતિકાત્મક ફોટો                                                   જણાવી દઈએ કે માર્ચ 2022માં જમ્મુ-કાશ્મીરમાં પણ ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે પાઈલટમાંથી એકનું મોત થયું હતું જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. દુર્ઘટના માટે ખરાબ હવામાન જવાબદાર હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે નિયંત્રણ ગુમાવ્યું.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
સરિસૃપોના નામ પાછળનો રસપ્રદ ઇતિહાસ: શિવજી થી લઈને જૈકી ચાનસુધીની કહાણીઓ

સરિસૃપોના નામ પાછળનો રસપ્રદ ઇતિહાસ: શિવજી થી લઈને જૈકી…

268 વર્ષનો ઇતિહાસ: ભારતીય સરિસૃપોના વૈજ્ઞાનિક નામોમાં છુપાયેલો છે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો (વૈજ્ઞાનિક/સંશોધન આધારિત) ​ભારતમાં 1,047 સરિસૃપ ટેક્સા: 1758થી આજ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *