નવસારીની રેડક્રોસ સોસાયટી વાર્ષિક સામાન્ય સભા મળી

નવસારીની રેડક્રોસ સોસાયટી વાર્ષિક સામાન્ય સભા મળી

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી શાખાની આજરોજ વાર્ષિક સામાન્ય સભા રેડક્રોસ ભવન ખાતે મળી હતી.નવસારી જિલ્લા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ચેરમેનના હોદ્દાની રુએ જિલ્લા કલેકટર અમિત યાદવ દ્વારા રેડ્કોસની કાર્યવાહીને બિરદાવવા સાથે આ સંસ્થા પ્રત્યે વધુ કાળજી સેવા અને જતન થાય એવો અનુરોધ કર્યો હતો.

રેડક્રોસ નવસારી પોતાના સુવર્ણ જયંતી મહોત્સવમાં પ્રવેશી રહી છે તે ટાણે અન્ય બ્લડ બેન્ક જે રક્તદાન ની દુનિયામાં નવસારીમાં અગ્રેસર થઈ રહી છે અને રેડક્રોસ જેવી સેવા સંસ્થા પાછળ પડી રહી છે તેવું કેમ એમ પૂછાઇ રહ્યું છે આ સભામાં જબરજસ્ત સખાવતો થઈ રક્તદાતાઓનાઓ સેકડો શિબીરો થયા અને થાય છે છતાં કંઈક ખૂટી રહ્યું છે એનો અફસોસ જાહેરમાં વર્તાયો હતો.

રેડક્રોસની પ્રમાણિકતા અને પારદર્શકતા સામે કોઈને પણ વાંધો નથી પરંતુ એક જમાનામાં નવસારી શહેર જિલ્લામાં દરેકના હૈયે રહેતી રેડક્રોસ પાછળ કેમ પડી રહી છે લોકપ્રિયતા કેમ ગુમાવી રહી છે એવું ગંભીર આત્મચિંતન કરવા માટે સ્વરૂપ પકડ્યું હતું.

રેડક્રોસ ની આ વાર્ષિક સભામાં ઉપસ્થિત રાજ્ય નિરીક્ષક અને રેડ ક્રોસના પ્રમુખ નટવરસિંહ મહિડાએ નવસારી રેડકોસ જાણીતી પણ અહીં જ નોમિનેશન કમિટી છે.બીજે ક્યાંય છે જ નહીં અને રેડ ક્રોસે ફિઝિયોથેરાપી સેન્ટર તથા પેથોલોજી લેબ વિગેરે પણ કામો કરવા જોઈએ. એવું ભારપૂર્વક જણાવવા સાથે સિવિલ હોસ્પિટલમાંથી પણ સરકારી તંત્ર દ્વારા કે જિલ્લા તંત્ર દ્વારા રક્તદાન સામે ભંડોળ મળી રહે છે.એમ જણાવી તેવા પ્રયત્ન કરવા અનુરોધ કર્યો હતો.

કલેકટર અમિત યાદવે ગંભીરતાપૂર્વક અગ્રણી સભ્યોના સૂચનો સાંભળવા સાથે યોગ્ય જે તે થાય અને સરકારની કક્ષાએ કરવું ઘટે તે કરીશું જ પણ નવસારીની આ સંસ્થા છે અને સેવાભાવી નાગરિકોએ આનું સંચાલન વધુ સુપેરે કરવું રહ્યું એવી અપીલ પણ કરી હતી.

રેડક્રોસના સંચાલકો  ડો. અતુલ દેસાઈ તથા કેરસી દેબુ, તુષાર દેસાઈ વિગેરે મંચસ્થ થઈ સભાની કાર્યવાહીમાં ભાગ લીધો હતો આગામી વર્ષના પદાધિકારીઓ અને કારોબારી સમિતિની જાહેરાતમાં સભા એ સંમતિ આપી હતી. સર્વશ્રી હરેશ વશી, ગૌતમ મહેતા,અજયભાઈ દેસાઈ, ચેતનાબેન બિરલા વિરેન્દ્ર દેસાઈ સુભાષભાઈ દેસાઈ તેમજ નીલ દેસાઈ વિગેરે જુદા જુદા અભિપ્રાયો અને સૂચનો કર્યા હતા રેડક્રોસ ઘટાદાર વટ વૃક્ષ છે ત્યારે સેવાનો આનંદોત્સવ હોઈ શકે તેવો સભાનો સુર હતો.

વાર્ષિક હિસાબી અહેવાલ ખજાનચી બાબુભાઈ દેસાઈ ઉર્ફે કે.ડી દેસાઈએ આપ્યો હતો. નવનિયુક્ત ઉપપ્રમુખ કેરસી દેબુ એ અસરકારક સંચાલનમાં ભાગ લીધો હતો.  સભાનું સંચાલન જશુભાઈ નાયક દ્વારા થયું હતું

 

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *