પશ્વિમ રેલવે ધ્વારા મેગા બ્લોક જાહેર : વડોદરા અને આણંદ વચ્ચે રેલ્વે કામગીરીને લઈ અનેક ટ્રેન સેવા પ્રભાવિત થઈ
- Local News
- March 20, 2023
- No Comment
પશ્ચિમ રેલવે ધ્વારા વડોદરા અને આણંદ વચ્ચે આજે મેધા બ્લોક જાહેર ના કારણે અનેક ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે.નવસારી માંથી નોકરી માટે અપડાઉન તેમજ અન્ય મુસાફરોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

પશ્ચિમ રેલવે ધ્વારા વડોદરા અને આણંદ વચ્ચે રેલવેની કામગીરીને લઈ મેગા બ્લોક જાહેર કરતા કેટલીક ટ્રેન સમય એક કલાક થી લઈ દોઢ કલાક સુધી સમય ફેરફાર કરવામાં આવ્યો છે.
નવસારીમાંથી હજારો લોકો સુરત, અને અંકલેશ્વર આણંદ, વડોદરા તરફ નોકરી માટે જતા હોય છે તે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

પશ્ચિમ રેલવેએ ધ્વારા 09161 વલસાડ-વડોદરા લોકલ આજે રદ્દ કરવામાં આવી છે.22953 ગુજરાત એક્સપ્રેસ ટ્રેન આજે ભરૂચ સુધી દોડશે.
ભરૂચ અને અમદાવાદ તરફની ટ્રેન સેવાઓ રદ્દ કરવામાં આવી છે. આ મેધા બ્લોક 10 કલાક સુધી ચાલશે તેવી માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે.
લોકલ ટ્રેનો રદ્દ થતા નોકરિયાત વર્ગ અન્ય વિકલ્પ શોધવા મજબૂર બન્યા છે.વલસાડ વડોદરા લોકલ ટ્રેનમાં માં સુરત, અંકલેશ્વર, ભરૂચ જેવા શહેરમાં અપડાઉન કરે છે.