
સેવા માટે આંતરરાષ્ટ્રીય લોકપ્રિય સ્વ.મહેશ કોઠારી નું મમતા મંદિર સુવર્ણ જયંતી વર્ષમાં પ્રવેશે છે
- Local News
- March 20, 2023
- No Comment
સ્વ. મહેશભાઈ કોઠારી ની માવજત અને પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ અને સખાવતીઓના સથવારે ચાલતી આ સંસ્થા દિવ્યાંગ જગતમાં વિશ્વના નકશે કંડારાયેલી છે.
50 વર્ષ અગાઉ અલગારી સેવક એવા સર્વોદય કાર્યકર અને મજુર નેતા મહેશભાઈ સવજીભાઈ કોઠારીએ મૂંગા બહેરા બાળકોને ઉછેરવાનું જતન કરવા અને સ્વાવલંબી બનાવવાનું સપનું સાકાર કરવા આજીવન પરિણીત રહેવા સાથે અનોખી સેવાનું ભગીરથ બીડું ઝડપ્યું હતું.
જે દિવ્યાંગ મૂંગા બહેરા કે મંદબુદ્ધિ બાળકો અને અંધ બાળકો ને પોતાના મા બાપ સાચવી નથી શકતા અને પરિવારને ભાગરૂપ લાગે છે તેવા માટે પોતાના દિલ દિમાગ અને ખભે ઉપાડી લઈ મહેશભાઈ કોઠારીએ બીડું ઝડપ્યું હતું.

મમતા મંદિર દ્વારા મુકબધીર પ્રાથમિક શાળા માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળા શિવા રી માળ ખાતે અંધજન શાળા અને પુનર્વસન કેન્દ્ર ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પોતાના અર્ધ શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહેલી સુવર્ણ જયંતી મહોત્સવના આયોજન કરતી મમતા મંદિરની એક પત્રકાર પરિષદ મમતા મંદિર વિજલપોર ખાતે યોજાઈ હતી.
આ પત્રકાર પરિષદમાં મમતા મંદિરના પ્રમુખ જાણીતા સમાજસેવક વલસાડના ભરતભાઈ દેસાઈ રૂપે ધનંજયભાઈ દેસાઈ ઉપસ્થિત રહી ન શક્યા હતા જ્યારે સંસ્થાના સક્રિય ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ગીરીરાજ સુંદર રીતે સંચાલન કરતા મહામંત્રી મુન્નો કોઠારી ઉમદા જન સેવક જયપ્રકાશ મહેતા એ ઉપસ્થિત રહી સંસ્થાના બીજથી વૃક્ષ સુધીની તમામ માહિતી આપવા સાથે સંવેદના અને સેવા ક્ષેત્ર દેશભરમાં આ સંસ્થા વિકલાંગો દિવ્યાંગો શારીરિક પડકારરૂપ બાલ જગત માટે અભૂતપૂર્વક કામ કરી રહી છે. એમ જણાવ્યું હતું આગામી તારીખ 26 માર્ચે સાંજે પાંચ કલાકે પૂજ્ય મોરારીબાપુ ના પાવન પગલાં આ મમતા મંદિર પર ફરીથી પડશે.
તેમના આશીર્વાદ અમારી મહામૂલી મૂડી બની રહેશે. એમ જણાવ્યું હતું આ સંસ્થા દ્વારા હાલ 750 થી વધુ બાળકો પાંચ પેટા સંસ્થાઓમાં પોતાનું ભણતર અને જીવનનું ઘડતર કરી રહ્યા છે.
શૈક્ષણિક ઉપરાંત ઈતર પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય અને રાષ્ટ્રભરમાં આ બાળકોએ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે મહેશભાઈ કોઠારી આઠ બાળકો સાથે ચાલુ ચાલુ કરેલી આ સંસ્થા સંપૂર્ણપણે પ્રામાણિક પારદર્શક અને સેવા માટે દેશમાં ઉદાહરણરૂપ બની ચૂકી છે.
આગામી 26 માર્ચે સાંજે પાંચ કલાકે પૂજ્ય મોરારીબાપુની અધ્યક્ષતામાં સખાવતીઓ અને પ્રતિભાવાન દિવ્યાંગ બાળકોનું અભિવાદન થશે.