જાણો શા માટે આજના દિવસે ‘વિશ્વ ચકલી દિવસ’ ઉજવવામાં આવે છે : નવસારી ની વાઈલ્ડ લાઈફ રેસક્યુ ટ્રસ્ટ નવસારી ધ્વારા ચકલીઓના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું

જાણો શા માટે આજના દિવસે ‘વિશ્વ ચકલી દિવસ’ ઉજવવામાં આવે છે : નવસારી ની વાઈલ્ડ લાઈફ રેસક્યુ ટ્રસ્ટ નવસારી ધ્વારા ચકલીઓના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું

દર વર્ષે 20મી માર્ચને ‘વિશ્વ ચકલી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ચકલીની પ્રજાતિ સમય જતા લુપ્ત થતી જાય છે, જેના જોખમને નાથવા તથા તેના બચાવ અંગેની લોકજાગૃતિના હેતુ સાથે આ દિવસને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

એક સમયે ચકલી આપણા ઘરમાં આપણી આસપાસ ચી..ચી..કરીને પોતાની હાજરી પુરવાર કરતી હતી, પરંતુ હવે આ ચકલીની પ્રજાતી લુપ્ત થાવાના આરે આવી પહોંચી છે, ત્યારે 20 માર્ચે ‘વિશ્વ ચકલી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

આજે વિશ્વ ચકલી દીવસ :

 એક સમય હતો જ્યારે ચકલીની ચિચિયારી ગામડા અને શહેરોમાં ગુંજતી હતી, પરંતુ બદલાતા સમયની સાથે ધીમેધીમે ચકલીઓની પ્રજાતી લુપ્ત થઇ રહી છે અને ચકલીનો કલરવ સાંભળવો દોહલો બન્યો છે. આથી ચકલીની પ્રજાતીને લુપ્ત થતી અટકાવવા સમગ્ર વિશ્વમાં આજે 20 માર્ચના રોજ ‘વિશ્વ ચકલી દીવસ’ની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ અહીં સવાલ એ છે કે, વિશ્વ ચકલી દિવસની ઉજવણી સાથે શું ખરેખર ચકલીના બચાવ માટે કોઇ નકકર કામગીરી થાય છે તે એક મોટો સવાલ છે.

ચકલીની વાર્તા હવે માત્ર પુસ્તકોમાં મર્યાદિત રહી ગઈ :

એક હતી ચકી એક હતો ચકો, ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો દાણો બંનેએ રાંધી ખીચડી આ ચકા ચકીની સરસ મજાની વાર્તા હવે માત્ર પુસ્તકોમાં મર્યાદિત રહી ગઈ છે. આજે ચકલીઓ પોતાના અસ્તિત્વ સામે ઘરઆંગણે અને વૃક્ષો ઉપર ચી. ચી. ચી. કરનારી ચકલીની પ્રજાતિ નામશેષ થવાના આરે આવીને ઊભી છે.

 

ચકલીઘર:

પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આધુનિક સ્થાપત્યની બહુમજલી ઇમારતો તેમજ પાકા મકાનો ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતા ન હોવાથી . સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પંસારીની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને ચણ મળતી નથી. તેમજ વર્ષો પહેલા શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારો પૂરતા પ્રમાણ ભોજન તેમજ પેઢીયા અને છાપરા વાળા ઘરો હોવા તેમાં માળા બનાવી રહેતા હતા અને હવે પાકા મકાનોની સાથે આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે.

આ મોબાઇલ ટાવરના તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી લુપ્ત થઇ રહી છે.હવે ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેર અમુક વિસ્તાર જે ગામડાઓ અડી આવેલ હોય ત્યાં જેવા મળી રહી છે.

આજની પેઢી અને આવનારી પેઢીઓ જીવંત ચકલીઓ જોઈએ શકે તે હેતુસર આજરોજ વીસમી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ આજે નવસારી ખાતે ઉજવણી કરવામાં આવી નવસારીની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે દિવસ અને દિવસે લુપ્ત થતી ઓને બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માળાઓનું વિતરણ કરીને શહેરોમાં લુપ્ત થઈ ચકલીઓને બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો આવનારા દિવસોમાં પાઠ્યપુસ્તકોમાં જ ન રહી જાય ને આ ચકલીઓ ફરીથી શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ચીંચીં કરતી થાય તે માટે નવસારીની સ્થાનિક વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી દ્વારા લોકોમાં જાગૃતિ લાવીને તેમ જ ચકલીઓના ફ્રીમાં માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજે વિશ્વ ચકલી દિને માણીએ કવિ રમેશ પારેખની એક પ્રખ્યાત રચના. સં. હસમુખ ગોહીલ

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,

મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,

તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,

મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.

મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,

ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,

જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,

મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.

તારે ફળીયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,

મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,

સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,

હું તો અકડેલઠટ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.

આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,

મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,:રમેશ પારેખ

ભુલાઈ ગયેલી ખોવાઈ ગયેલી…
ચકલીની ચિંતા નું ચિંતન કરે છે.,.
આ માણસ….આજે….!
મને તો લાગે છે…
માણસોના ટોળામાંથી…
એકલો પડી ગયેલો આ માણસ.!
ખોવાયેલો આ માણસ…
ખોવાયેલી….
એક ચકલીની…હૂંફ શોધે છે…!!:હિતુ નવસારી

 

 

 

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *