જલાલપોર તાલુકાના આટ ગામે તાલુકાકક્ષાનો પશુપાલન શિબિર પ્રદર્શન કાર્યક્રમ યોજાયો 

જલાલપોર તાલુકાના આટ ગામે તાલુકાકક્ષાનો પશુપાલન શિબિર પ્રદર્શન કાર્યક્રમ યોજાયો 

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનો આટ ગામના રામજી મંદિર ખાતે તાલુકાકક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન તથા જિલ્લા પંચાયત સ્વભંડોળ યોજના હેઠળ ખેડુતો/પશુપાલકોને કીટ વિતરણ કાર્યક્રમ જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય આર.સી.પટેલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં જમીન માટે જરૂરી પોષક તત્વો-સંસાધનોની સામગ્રી જાતે જ બનાવી શકાય છે. આ પ્રકારના જીવામૃતનો ખેતીમાં ઉપયોગ કરવાથી જીવ, જમીન અને પર્યાવરણના જતનની સાથે જળ અને જમીનક્ષેત્રે બદલાવ માનવસમાજ માટે આશિર્વાદરૂપ બનશે. જમીનના પોષકતત્વોમાં વધારો થવાના કારણે ખેતીમાં પોષણક્ષમ ઉત્પાદન થવાની સાથે ફળદ્રુપતામાં વધારો થશે. તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખાસ અનુરોધ કર્યો હતો.

 

આ કાર્યક્રમમાં જલાલપોર તાલુકાના અંદાજે ૩૦૦ જેટલા ખેડુતો અને પશુપાલકોએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ખેડૂતોને ખેતીવાડીની યોજનામાં તાડપત્રી સહાયનાં ૧૩૧ લાભાર્થીઓ, બાગાયતનાં ૧૨૫ લાભાર્થીઓને કેરેટ અને પશુપાલનનાં ૧૦૪ લાભાર્થીઓને મિનરલ મિક્ષચર પાઉડરનું વિતરણ કરવામાં આવ્યું હતું

કાર્યક્રમમાં જીલ્લા પંચાયત નવસારીના ખેત ઉત્પાદન, સહકાર, સિંચાઇ અને પશુપાલન સમિતિ અધ્યક્ષ પરીમલભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્યો શંકરભાઇ રાઠોડ, અનિતાબેન હળપતિ તથા તાલુકા પંચાયત સદસ્યો પ્રમોદભાઈ, તૃપ્તિબેન, પશુપાલન વિષય નિષ્ણાંતો ડૉ.ડી.બી.ઠાકોર, ડો. વી.વી. ઓઝા અને ડો. હર્ષિલ ઠાકોર, પશુપાલન નિયામકશ્રી ડો એમ.સી.પટેલ અને ખેતીવાડી શાખાના વડા ડો. અતુલ ગજેરા સહિત તાલુકાનાં ખેતી અને પશુપાલનનાં તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *