
સ્તુતિમાં આદભાવ, પ્રેમ, શ્રેય, પવિત્ર- શુધ્ધ ભાવ હોવો જરૂરી છે : મોરારી બાપુ
- Local News
- March 23, 2023
- No Comment
ભકિત, પ્રેમ, શ્રધ્ધાનો માનવસાગર નવસારીના લુન્સીકૂઈ મેદાનમાં પૂ. મોરારીબાપુની વ્યાસપીઠે હિલોળે ચઢ્યો છે. શ્રી રામકથાની વ્યાસપીઠે શ્રી પૂ. મોરારીબાપુએ આજે બીજા દિને જણાવ્યું કે પૃથ્વી એટલે માત્ર માણસ કે જન નહિ પણ જીવમાત્ર અને કુદરતના પર્વત, જંગલ, નદી-નાળા પર્યાવરણની આપણે ચિંતા સાથે તેની કાળજી લેવાની છે. આ કથા એટલે જ સર્વ ભૂતાય (જીવમાત્ર), સર્વ હિતાય (સર્વનું ભલું), સર્વ પ્રીતાય (સર્વને પ્રિયકર) સર્વમાત્રના કલ્યાણનું માધ્યમ બની વિશ્વ કલ્યાણને પંથે આ માનસ ગૌરી વંદનાનું કેન્દ્રબિંદુ છે.
આયોજક બેલડી શ્રી પ્રેમચંદભાઈ લાલવાણી અને કથા સમિતિ પ્રમુખશ્રી મહેશભાઈ બી. પટેલ દ્વારા પૂ. બાપુના મંચ સમક્ષ એક મિનિટ પણ બગાડવી નહિ અને પૂ. બાપુની કથામાં બાપુનો પૂર્ણકાલીન સમય મળે અને સોળે કળાએ રામકથાનો આ વિશ્વસુંદર મોરલો ખીલી ઉઠે એવી ચીવટ રાખવા સાથે આ પ્રદેશ અને શ્રવણ કરનાર સહુને પૂ. બાપુની પ્રસન્નતા મળી રહે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
પૂ. બાપુએ હાસ્ય, કરૂણાના જુદા જુદા ભાવપ્રસંગોમાં વિશાળ માનવ મહેરામણની આંખો ભીની થઈ તો બીજા પ્રસંગોમાં બાપુએ હાસ્યની છોળો વચ્ચે હજારો ભાવિકોને ખડખડાટ હસાવ્યા હતા.
પૂ. બાપુએ ઉમેર્યું કે સાધુ ન બની શકાય પણ સાદું બની શકાય છે ને ?! હાસ્યની છોળો વચ્ચે તેમણે જણાવ્યું કે કેટલાક ડાકોરમાં પૂનમ ભરે તો કેટલાક દર મહિને બેંકના હપ્તાની પૂનમ ભરે છે.
ભગવાન હંમેશા ભકતવત્સલ હોય છે ઍનું ઉમદા ઉદાહરણ આદર્શ શિક્ષક મનસુખ માસ્તર માટે રણછોડરાય જાતે વર્ગશિક્ષક બન્યા અને ‘‘ હરિને ભજતા હજી રે કોઈની લાજ નથી જાણી રે…’’ ઍવું ઉદાહરણ આપ્યું હતું.
વિપત્તિમાં હરિ નામનો વિશ્વાસ જ તારે ઉગારે એવું ર્દઢતાપૂર્વક તેમણે ઉચ્ચાર્યું હતું. હરિ નામ જ કળિયુગનું અમોઘ શસ્ત્ર છે. લાંબા પૂજાપાઠ ન થઈ શકે પણ ભગવાનનું નામ તો કોઈ પણ પળે લઈ શકાય અને રામ નામ જ મંત્ર નહીં પણ મહામંત્ર છે. તમે જેને માનો પણ પ્રભુસ્મરણ જ જીવનના પ્રત્યેક તબક્કે તરણોપાય છે.
પૂ. બાપુએ આપની પાસે અઘરું કંઈ માંગવા નથી આવ્યો પણ ધીરે ધીરે વ્યસન, માંસાહાર ત્યાગ ભાવથી મને દક્ષિણામાં આપજા ઍમ અપીલ કરી હતી.
સ્તુતિ એટલે કદાપિ ખુશામત, વખાણ નહિ પણ વિનયપૂર્વકïનાં પ્રેમ અને તે સર્વ કલ્યાણ માટે હોવો જરૂરી છે.ગુરુનાવચનો જ સુવાસિત પુષ્પો છે જે ભાવથી કરો.