માનહાની કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર: જામીન મેળવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ

માનહાની કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર: જામીન મેળવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ

માનહાની કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. IPC 504 મુજબ  રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. સુરત સેશન્સ કોર્ટ દ્વારા આ સજા ફટકારવામાં આવી છે. 2019 માં લોકસભા ચૂંટણી દરમિયાન  એક વિવાદિત નિવેદન આપવાના મામલે સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો. ત્યારે હવે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાતા તેમની કોર્ટ દ્વારા સજા આપવામાં આવશે. તો બીજી તરફ રાહુલ ગાંધીની જામીન મેળવવાની કામગીરી પણ શરુ કરી દેવાઇ છે. રાહુલ ગાંધીના જામીન માટે બે જામીનદારો રજૂ કરાયા છે.

જો મામલા અંગે વિગતે વાત કરીએ તો કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકાર્યા હતા.

અપમાનજનક ભાષા અને જાણી જોઇને કરવામાં આવતુ અપમાન હેઠળ રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે . IPC 504 મુજબ કોઇ દોષિત જાહેર થાય તો તેની સામે બે વર્ષની જેલની સજા થઇ શકે છે. આ સાથે કોર્ટ દ્વારા દંડ પણ ફટકારવામાં આવી શકે છે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ‘મોદી અટક’ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં સુરત સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા છે. મહત્વનું છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે, ‘બધા ચોરની અટક મોદી કેમ હોય છે?’

પૂર્ણેશ મોદીએ નોંધાવ્યો હતો કેસ

વર્ષ 2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓએ મોદી સમાજનું અપમાન કર્યું, પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં સંબોધન દરમિયાન દરેક ચોરની અટક ‘મોદી’ કેમ હોય છે એવા કરેલા નિવેદન બાદ તેમના પર માનહાનિનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને સુરત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો.

ગત શુક્રવારે યોજાઈ હતી સુનાવણી

ગુજરાત મોઢ વણિક સમાજના નેતા, ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ફોજદારી માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલ ગાંધીએ પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. તેમની ફરિયાદ પર સુરત શહેરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માનીની કોર્ટમાં લાંબી સુનાવણી ચાલી. ગત શુક્રવારે આ મામલે છેલ્લી સુનાવણી બાદ કોર્ટે નિર્ણય માટે 23 માર્ચની તારીખ નક્કી કરી હતી.

રાહુલ ગાંધી સામેનો કેસ શું હતો?

• વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયની ઘટના

• રાહુલ ગાંધી કર્ણાટકમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા

• ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ મોદી અટકને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી

• રાહુલ ગાંધીએ નિરવ મોદી અને લલિત મોદીના નામનો ઉલ્લેખ કરીને કરી હતી ટિપ્પણી

• આ ભાષણ બાદ સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો

• મોદી સમાજની લાગણી દુભાઈ હોવાનું કહીને રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતમાં કેસ દાખલ કર્યો હતો

 

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *