
વિશ્વ વંદનીય પ્રખર કથાકાર પૂજ્ય મોરારી બાપુ બાપુની રામકથાના નવસારીમાં મંગલાચરણ થયા
- Local News
- March 22, 2023
- No Comment
રામ કથાથી હતાશા સિદ્ધિ અને પરાક્રમમાં પરિણમે છે
આરામ કથા ના કેન્દ્ર બિંદુમાં માનવ ગૌરી વંદના છે જેનાથી સમતા સંતોષ નિજાનંદ અને કલ્યાણ થશેનવસારીને આંગણે 914 મી શ્રી રામકથા અને નવસારી ખાતે પાંચમી રામકથા પ્રસંગે પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું હતું કે આ ભદ્ર માણસોની સંસ્કાર નગરી નવસારી છે જ્યાં મહાત્મા ગાંધીની દાંડીકૂચના પાવન પગલાં પસાર થયા છે અહીંની પ્રજા અને પ્રતિનિધિઓ લોક કલ્યાણમાં નત મસ્ત કે કામ કરે છે.
રામ કથાના મંગલાચરણ પૂર્વે પ્રીતમ નગર સિંધી કેમ્પથી નવસારી શહેરના કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી ચેરિટેબલ ટ્રસ્ટી પ્રેમચંદ લાલવાણી, શંકર લાલવાણી અને જયકુમાર લાવવાની ના પરિવાર દ્વારા યોજાયેલી પોથીયાત્રામાં નવસારી શહેર અને દક્ષિણ ગુજરાતની જનતા આ અમુલખ અવસરનાં રૂડાં વધામણાં આ પોથી યાત્રામાં 100થી વધુ બાળાઓ કળશ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત નવસારીના નગરજનો સહિત અન્ય સ્થળોએ આવેલા ભાવિકો રંગે ચંગે આનંદે ઉમંગે જોડાયા હતા.
નવસારી પંથકમાં છેલ્લા 40 વર્ષમાં બાપુની આ છઠ્ઠી અને બાપુની 914 કથા છે. નવસારી પંથકમાં છેલ્લા વર્ષ 2009ની સાલમાં મોરારીબાપુના રામકથા લુન્સીકુઇ મેદાન ખાતે યોજાઈ હતી. 14 વર્ષ બાદ પુન: આ જ મેદાન પર બાપુની કથાનો ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિને શુંભારભ થયો છે.
કથાનું દીપ પ્રાગટ્ય પ્રેમચંદ લાલવાણી, એમ.પી રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને વૃંદાવનના લાલજી મહારાજ દ્વારા થયું હતું. ધારાસભ્ય આર સી પટેલ, નરેશભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ રાકેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
ચૈત્ર નવરાત્રિનાં પ્રથમદિને પૂ. મોરારી બાપૂની માનસ ગૌરી સ્તુતિ રામકથાનો પ્રારંભ કર્યો છે. આ કથા શક્તિનું ઉપાસનાનું કેન્દ્ર હોવા સાથે માનસ ગૌરી સ્તુતિ નામથી આ કથા હવે નવ દિવસ માટે શરૂ થઈ છે તેવું બાપુએ વ્યાસપીઠ પરથી જાહેરાત કરી હતી. સમતા, પ્રેમ, વિવેક અને સંતોષ અર્થે પૂ. મોરારીબાપુએ આશીવચન આપ્યા હતા.
પૂજ્ય મોરારીબાપુએ બાળક માંદું હોય તેની પાસે માતા જાય તેમ સમગ્ર વર્ષમાં એકાદ કથા વંચિત આદિવાસી વિસ્તારમાં કરવાની મેં ચીવટ રાખી છે અને આ નગરીએ વિરલાઓ પાક્યા છે આ પાવન ભૂમિમાં આવવાનો મને આનંદ છે એમ જણાવ્યું હતું.
જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખચંદ ચકોરી આ કથા નું માતૃશક્તિ કેન્દ્ર રહેશે એમ પૂજ્ય મોરારીબાપુ એ ઉમેર્યું હતું
રામકથા સમિતિના પ્રમુખ મહેશભાઈ બાલુભાઈ પટેલ સુમુલ ડેરીના પ્રમુખ માનસીભાઈ પટેલ એન જે ગ્રુપના જીગ્નેશ દેસાઈ પાલિકા પ્રમુખ જીગીશ શાહ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ વિગેરે વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કથાના આ પ્રથમ દિવસે જ સમગ્ર કથા મંડપ માં ભાવિકોનો મહેરામણ ઉમટ્યો હતો પ્રાથમિક ઉદઘોષણા આચાર્ય ધર્મ વીર ગુર્જર અને માધવી રાજુ શાહે કરી હતી.