
કછોલી ગામે ભિક્ષા માંગવા જતી વેળાએ ગાડી રોકી શાકભાજી માર્કેટમાંથી કારેલા ખરીદી ગામ લોકોમાં વહેંચી કાલે ભાજી બનાવી લાવજો હું જમીશ
- Local NewsUncategorized
- March 26, 2023
- No Comment
નવસારી શહેરમાં ચૈત્ર માસના પાવન પર્વ નિમિત્તે મોરારીબાપુની કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી રામકથાનું આયોજન થયું છે. જેમાં ગુજરાત રાજય સહિત અન્ય રાજ્યમાંથી તેમજ વિદેશોમાં વસવાટ કરતા મોરારીબાપુના ભક્તો દૂર દૂરથી રામભક્તો ઉત્સુકતા સાથે કથા સાંભળવા માટે આવી રહ્યા છે. કથાસ્થળ લુન્સીકુઈ થી થોડા અંતરે આવેલા કછોલ ગામમાં બાપુનું કુટીર બનાવવામાં આવી છે.
ગઈકાલે સાંજે કછોલી ગામે ગાંધીઘર ખાતે દિવ્યાંગ બાળકોને મળવા ગયા હતા. ત્યારબાદ બાપુએ ગામમાં ભિક્ષા માંગવા જવા દરમિયાન ગામની શાકમાર્કેટમાં ગાડી રોકી વેપારીઓ સાથે વાતચીત કરીને કારેલા ખરીદ્યા હતા.
વેપારીએ ભાવવિભોર થઈ પૈસા લેવાની ના પાડી બાપુએ પોતાની પાસેથી કારેલા ખરીદતા વેપારીભાવવિભોર થઈ ગયો હતો. તેણે બાપુને વિનંતી કરી પૈસા લેવાની ના પાડી હતી.
જોકે, બાપુએકારેલાના થતા પૈસા કરતા વધુ રૂપિયા આપી કારેલાનેગ્રામજનોમાં વહેંચતા કહ્યું હતું કે, આની ભાજી કરજો આવતીકાલે હું જમીશ.
રામકથામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.બપોરે 1:00 વાગે કથા સમાપ્ત થયા બાદ સાંજે મોટી સંખ્યામાં કછોલ ગામે બાપુના નિવાસસ્થાને તેમના દર્શન માટે લોકો જઈ રહ્યા છે.કથા સાંભળવા માટે ગાંધીનગરથી ધારાસભ્ય સહિત મંત્રી કક્ષાના નેતાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહે છે.
માનસ ગૌરી સ્તુતિ નામથી આ કથામાં આવનાર લોકો માટે પાણી તેમજ છાસ વ્યવસ્થાઓ સાથે રામજી મંદિર દુધિયા તળાવ ખાતે મહાપ્રસાદ હજારો લોકો માટે કરવામાં આવી રહ્યું છે.
મોરારીબાપુના મુખેથી ભગવાન શ્રીરામ તથા માં જંગદબા નું પણ મહિમાગાન જુદા જુદા દ્રષ્ટાંટો થકી કથા કરી રહ્યા છે.