સમગ્ર નવસારી પ્રદેશ રામમય અને મોરારીમય બન્યો છે: સી આર પાટીલ

સમગ્ર નવસારી પ્રદેશ રામમય અને મોરારીમય બન્યો છે: સી આર પાટીલ

પરમ પૂજ્ય મોરારીબાપુની 914 નવસારી પ્રદેશની પાંચમી કથાના પાંચમા દિવસે આજે રવિવારે રામકથા મંડપ માં માનવ કીડીયા રૂ ઉભરાયું હતુ પરમ પૂજ્ય મોરારીબાપુએ પ્રસન્નતા પૂર્વક નવસારી સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ની સેવા સંવેદના ને બિરદાવતા જણાવ્યું હતું કે શિવ બાબા ના અનોખા ધામ કાશી બનારસમાં એમણે કરેલી સેવાઓનો હું સાક્ષી છું.

સુરત પ્રદેશ હોય કે ગુજરાત સી આર પટેલ છેવાડાના માનવીનું પણ ધ્યાન રાખે છે નવસારીમાં મારી પાંચમી કથા છે અને સી આર પાટીલ દ્વારા છઠ્ઠી કથા પણ બાપુ આપો એમ કહેવામાં આવ્યું છે ત્યારે મારી વ્યાસપીઠ કહે છે કે માગે એને આપો મારો સાધુ વાત છે કે હું નવસારી ને યોગ્ય અવસરે શ્રી છઠ્ઠી રામકથા આપીશ આ સાંભળતા જ હજારો ભાવિકોએ તાળી ઓના ગડગડાટથી અને જય સીયારામના હર્ષનાદોથી નવસારીનું આકાશ ગુુજાવી દીધું હતું

 નવસારીના પીઢ સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે સંક્ષિપ્ત પ્રવચનમાં જણાવ્યું હતું કે પૂજ્ય મોરારીબાપુ વિશ્વવંદનીય પ્રખર કથાકાર અને માનવતા નો મહિમા ગાનાર વિરલ ફિલસુખ છે તેઓ કિશોર અવસ્થાથી આજે 78 વર્ષની વયે પણ શ્રીરામ નામ માં લીન છે તેમના દ્વારા સમાજના તમામ પ્રકારના માનવીઓનું ઉદ્ધાર કરવાનો પ્રયત્ન એ ભારત ને જગતગુરુ બનાવવામાં ખૂબ મોટું ટોપ અને સમર્પણ છે.

આ કથાના આયોજન માં પોતાના સમગ્ર પરિવારની તમામ તાકાત તન મન ધનથી લગાડી દેનાર પ્રેમચંદ લાલવાણી શંકરલાલ લાલ વાણી અને જયકુમાર લાલવાણીને અભિનંદન આપું છું કે તમે સુંદર આયોજન અને સમગ્ર નવસારીને લાભ આપ્યો છે આપણા જિલ્લામાં ખૂટતી કડી એવો કુપોષણનો પ્રશ્ન વિગેરે આપણે સાથે મળીને હલ કરવાના છે પૂજ્ય મોરારીબાપુની વંદના કરું છું

પૂજ્ય બાપુએ હાસ્યના ફુવારા વચ્ચે જણાવ્યું કે એક ભાઈની મને ચિઠ્ઠી મળી. એમાં લખ્યું હતું કે તમે તો શ્રોતાઓને ફિલ્ડીંગ જ ભરાવો છો કાયમ બેટિંગ પોતાના હાથમાં જ રાખો છો ત્યારે મારે એ ભાઈને કહેવું છું બેટ્સમેન આઉટ થઈ જાય છે પણ ફિલ્ડર આઉટ થતો નથી બેટ્સમેનનો છગ્ગા મારે તો જય જય કાર અને બોલ્ડ થઈ જાય તો ટીકા થાય છે આ મારી 914 ની બેટિંગ છે અને બેટિંગ સમય ખૂબ સાવધાનીપૂર્વક રમવું પડે છે બેટ્સમેન આઉટ થાય પણ ફિલ્ડર થોડા આઉટ થાય છે.

પૂજ્ય એ ઉમેર્યું કે સીતા એટલે સેવિકા નો પ્રેમ અને ચરિત્ર પ્રધાન છે અને રાધા એટલે પ્રેમિકા નો પ્રેમ અને રાધા લીલા પ્રદાન છે હત્યા અને વધુમાં પણ આસમાન જમીનનો ફેર છે વધ એટલે દૂષણ અને દુષ્કર્મોના ડુંગર નો નાશ અને એ પણ દુઃખી હૃદય લેવો પડેલો નિર્ણય હોય છે જ્યારે હત્યા એ કાવતરું છે કંસ જરાસંઘ કે રાવણનો વધ થયો કહેવાય એને હત્યા ન કહેવાય દુષ્ટતાને હણેલી કહેવાય જીવનના ઘટમાં ગળામાં તરસ્યા કાગડાની જેમ હરિનામનું રામ નામનું કંકર નાખતા જઈએ તો જીવનની સાચી તરસ અને જીવનમાં જન્મેલા નો ફેરો સફળ થશે દુનિયામાં એવા ખોળામાં બેસજો જેને માથે ગંગ અને ગંગા હોય તો જ પવિત્રતા અને અને બહુ સફળ થશે.

મારી વ્યાસપીઠ દ્વારા જનતા જનાર્દનની સર્વાંગી પૂજા થાય છે અહીં ક રુણ રસ છે વીર રસ છે વેદના છે પ્રેમ છે કલ્યાણ છે ભજન છે તાલ છે સંગીત છે દિવ્ય વાણી છે અને આ દ્વારા હું મારું અનુષ્ઠાન કરું છું માતૃશક્તિ ત્રી રૂપા છે કન્યાકુળ વધુ અને માતા મિત્ર ભાવમાં સમર્પણ પણ રાખીએ અને જીવનમાં ડગલેને પગલે રામ નામ પણ રાખીએ તો બહુ સુંદર છે.

માભોમથી બ્રહ્માંડ સુધી શિવમ શિવમ શુભમ દિશામાં આપણે જવાનું છે સર્વત્ર મારા જીવનની તમામ કથા મમતા પ્રેમ અને અપાર કરુણાની કથા છે જે રામમય છે ભાવમય છે અને જીવનને ઉર્ધ્વગામી બનાવે છે આ આજે જોગા નું જોગ પ્રેમ યજમાન છે

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *