
મહેશભાઈ કોઠારી ના મમતા મંદિર ના સુવર્ણ જયંતી મહોત્સવ નો પૂજ્ય મોરારી બાપુના હાથે શુભારંભ:મૂળભૂત દાતાઓ અને તેજસ્વી દિવ્યાંગ છાત્રોનું અભિવાદન થયું
- Local News
- March 26, 2023
- No Comment
વિશ્વભરમાં લોકપ્રિય કથાકાર અને ચિંતક અને માનવતાના મશા લચી એવા મોરારીબાપુ ના વરદ હસ્તે મુકબધીર મંદબુદ્ધિ અને અંધ બાળકો ની માવજત કરતા સ્વર્ગસ્થ મહેશભાઈ કોઠારી દ્વારા સ્થાપિત મમતા મંદિર મમતા મંદિર પોતાના પચાસમાં વર્ષ નો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યું છે
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ભરતભાઈ ઉર્ફે ધનંજયભાઈ દેસાઈ પોતાની શારીરિક અવસ્થા વિપરીત હોવા છતાં વિશેષ ઉપસ્થિત રહી અન્ય સંચાલકો ટ્રસ્ટીગણ દ્વારા ઉજવણી આરંભ ની જવાબદારી સોંપવા સાથે પરમ પૂજ્ય મોરારીબાપુ નું અર્ધ શતાબ્દી મહોત્સવના મંગલાચર માટે પધારવા ભાવભીનું સ્વાગત કર્યું હતું સંસ્થાના મંત્રી વિરાટ કોઠારી ઉર્ફે મુન્ના કોઠારીએ સમગ્ર સંસ્થાની મોરારીબાપુને મુલાકાત કરાવી મહેશભાઈ નો વિશ્વાસ અને દિવ્યાંગોની સેવા અહીં વધુ મહેકી રહ્યા છે એમ જણાવ્યું હતું.
ઉપરોકત કાર્યક્રમ માં મોરારીબાપુએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પૂજ્ય મહેશભાઈ કોઠારી એટલે ગાંધી અને વિનોબા અને માર્ગે ચાલનારો સર્વોદય કાર્યકર જેણે એક બીજ વાવેલું એ હવે તેજથી તે જોમય બની રહ્યું છે અને વધુ તેજ તત્વ તરફ ગતિ કરે એવી શુભકામના સાથે આપના મહોત્સવ અને પ્રગતિ માટે મોરારીબાપુ અને તેમની વ્યાસપીઠ કટિબદ્ધ છે.એમ ભરોસો આપવા સાથે આ તરફ આવતા સમય મુલાકાત કરતો રહીશ એમ જણાવી વર્તમાન સંચાલકો ધનંજયભાઈ દેસાઈ પ્રમુખ ઉપપ્રમુખ એવા ઘનશ્યામભાઈ ગીરીરાજ મહામંત્રી વિરાટ ઉર્ફે મુન્નો કોઠારી ટ્રસ્ટી શ્રી જયપ્રકાશ મહેતા તેમજ શિક્ષક ગણ અને બાળ જગતને તથા સખાવતીઓને કારણે આ સંસ્થા ઉત્તમ સેવા કરી શકે છે એમ સાધુવાદ દાખવ્યો હતો.
આરંભે પૂજ્ય મોરારીબાપુ શ્રી રામ જય રામ જય જય રામ ની ધૂન બોલાવતા સાથે મુકાબહેરા બાળકોને જ હાર્મોનિયમ વાદન તબલા વાદનમાં પોતે જ બોલાવી અન્ય સંગીતકારો સાથે તો સંગીત માણી શકીશ પરંતુ આ બાલુડા જોડે સંગીત મળવાની ભજન ગાવાની મારી પ્રસન્નતા અને તક જવા દેવા માગતો નથી એમ જણાવ્યું હતું. વિવિધ બાળકોએ પ્રાસંગિક સુંદર વાતો અને અભિનય રજૂ કર્યા હતા
ઉમદા જયપ્રકાશ મહેતા કાર્યક્રમના સંચાલન સાથે પ્રાસંગિક માહિતી આપી હતી સંસ્થાના મુખ્ય સખાવતી દાતા વતીથી નવસારીના ઉમદા અગ્રણી સેવાભાવી આગેવાન દિનેશભાઈ મહેતા નું મમતા મંદિર દ્વારા પૂજ્ય મોરારીબાપુ ના વરદ હસ્તે સન્માન થયું હતું આ પ્રસંગે મહેન્દ્ર બ્રધર્સના યુવા સંચાલક સાવન શાહ અને ચિરંજીવ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.
બીજા સખાવતી એવા બાલાજી ડાયમંડના ડાયાભાઈ પટેલ ઉર્ફે ડાયાભાઈ મધુમતી અને સૂર્યકાંત ભાઈનું પૂજ્ય બાપુ દ્વારા અભિવાદન થયું હતું તેજસ્વી છાત્રો મિનલ ગોહિલ મુક્તિ ટંડેલ રજત અને હિમાંશુ ગુલાબભાઈ નાયકા નું પણ પૂજ્ય બાપુએ અભિવાદન કર્યું હતું.
મમતા મંદિરના અર્ધ શતાબ્દી ઉત્સવ સમારોહના મંગલાચરણ ટાણે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ ભારતીય જનતા પક્ષ નવસારી જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહ મહામંત્રી જીગ્નેશ નાયક બાબુભાઈ રઘુવંશી બીકોન કંપનીના ડોક્ટર દિનેશ જોશી, બીમલેશ શર્મા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા