રાહુલ ગાંધીના સમર્થનમાં નવસારી જિલ્લા કોંગ્રેસ ધ્વારા વિરોધ પ્રદર્શન

રાહુલ ગાંધીના સમર્થનમાં નવસારી જિલ્લા કોંગ્રેસ ધ્વારા વિરોધ પ્રદર્શન

નવસારીમાં ફુવારા ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે કોંગ્રેસ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરે તે પહેલા પોલીસે કાર્યકર્તાઓને ડિટેઈન કર્યા

સુરત ખાતેના માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકાર્યા બાદ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે.જેના વિરોધમાં કોંગ્રેસ ધ્વારા દેશભરમાં દેખાવો યોજી રહી છે. આજે નવસારી જિલ્લા કોંગ્રેસ ધ્વારા નવસારી શહેરના ફુવારા ખાતે ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસ ધ્વારા ધરણા યોજવામાં આવે તે પહેલા જ પોલીસ દ્વારા કાર્યકર્તાઓને ડિટેઈન કરવામાં આવ્યા હતા.

 

કાર્યકર્તાઓને ડીટેઈન કરાયા બાદ ટાઉન પોલીસ સ્ટેશને થી મુક્ત કરાતા કાર્યકર્તાઓ ટાઉન પોલીસ સ્ટેશન બહાર જ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. જેના કારણે પોલીસે બીજી વાર કાર્યકર્તાઓને ડીટેઈન કરવાની ફરજ પડી હતી.

નવસારી જિલ્લામાં આજે જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં ફુવારા પર ભેગા થઈ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જો કે,કૉંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શિત કરે તે પહેલા જ પોલીસે ડિટેઈન કરી લેતા કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

 

ટાઉન પોલીસ સ્ટેશનેથી મુક્ત થયા બાદ ફરી સૂત્રોચ્ચાર કર્યા

ફૂવારા ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ કરવા એકત્રિત થયેલા કાર્યકર્તાઓને ડિટેઈન કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યાંથી તમામને મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ, મુક્ત કરાયા બાદ કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશનની બહાર જ સૂત્રોચ્ચા શરૂ કરી દીધા હતા. જેના કારણે પોલીસે ફરીવાર કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી ડિટેઈન કરવામાં આવ્યા હતા.

 

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *