
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો ફાડવાના ગુનામાં કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દોષિત જાહેર, કોર્ટે 1રૂપિયો પાછો આપ્યો
- Local News
- March 27, 2023
- No Comment
રાહુલ ગાંધીને ‘મોદી’ શબ્દ નડી ગયો સુરત ખાતે ગત 23મી માર્ચ દિવસે માનહાની કેસમાં 2 વર્ષની સુરત કોર્ટે સજા ફટકારી છે, એટલું જ નહીં તેમની જન પ્રતિનિધિ કાનૂન પ્રમાણે સંસદ માંથી પણ સદસ્યતા છીનવાઈ ગઈ છે ત્યારે નરેન્દ્ર મોદીનો ફોટો ફાડી નાખવા બદલના ગુનામાં કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને પણ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. નવસારીમાં વર્ષ 2017માં ધારાસભ્ય અનંત પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો ફાડી નાખ્યો હતો.
શું આપી કોર્ટે સજા
નવસારી જિલ્લાની વાંસદા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ ઉપર વર્ષ 2017માં IPC 447 અંતર્ગત જલાલપોર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો હતો. જેમાં તેમના પર ગંભીર આરોપ હતો કે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડી નાખ્યું છે. જોકે આ મામલાને લઈને જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો. આ કેસમાં ધારાસભ્ય અનંત પટેલ ઉપરાંત તેમની સાથે ફરિયાદમાં આરોપી તરીકેના પીયુષ ઢીંમ્મર, યશ દેસાઈ અને પાર્થિવ રાજ સિંહને કોર્ટ દોષિત ઠેરવ્યા છે.
કોર્ટમાં 100 રૂપિયા ની નોટ આપી તો કોર્ટે 1 રૂપિયો પાછો આપ્યો
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની વર્ષ 2017ની હડતાળ દરમિયાન કુલપતિની ચેમ્બરમાં બળજબરીથી ઘૂસેલા અનંત પટેલ, પીયૂષ ધીમ્મર, યશ દેસાઈ અને પાર્થિવ રાજસિંહ સહિતના યુથ કોંગ્રેસના કાર્યકરોએ નવસારીના જલાલપોર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ગુનો નોંધ્યો હતો.
2017માં કૃષિ યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડવા બદલ નવસારી સેશન્સ કોર્ટ દ્વારા ધારાસભ્ય અનંત પટેલને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 99 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અનંત પટેલે કોર્ટમાં દંડ પેટે 100 રૂપિયાની નોટ આપી તો સામે 1 રૂપિયો પાછો પણ આપ્યો હતો.