ફડવેલ ગામે રહેણાંક વિસ્તાર આવી ચઢેલ દિપડાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું

ફડવેલ ગામે રહેણાંક વિસ્તાર આવી ચઢેલ દિપડાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ફડવેલ ગામમાં નવા ફળિયામાં ગઈકાલે સાંજે અંદાજે અઢી વર્ષ મેલ દિપડાનું ભેદી સંજોગોમાં મોત થવા પામ્યું છે.

ચીખલી તાલુકાના ફડવેલ ગામે ગઈકાલે સાંજે ઘર પાસે આવી ગયો હતો. દિપડો કમલેશભાઈ ઠાકોરભાઈ પટેલના ઘરના બાથરૂમમાં ધુસી ગયો હતો. રહેણાંક વિસ્તાર દિપડો ધુસી જવાની વાત વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરતા દિપડાને જોવા લોકો પહોંચ્યા હતા. દિપડો ઘરના બાથરૂમમાં ધુસી જવાથી ઘર સહિત નવા ફળિયાના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.

ગ્રામજનો ધ્વારા ચીખલી નોર્મલ વન વિભાગ જાણ કરતા રેંન્જ ફોરેસ્ટ ઓફિસર આકાશ પડશાલા સહિત સ્ટાફ ધટના સ્થળે પહોંચ તે પહેલા બાથરૂમમાં ઘુસેલો દીપડો થોડા સમય બાદ બહાર નીકળી ઘરની નજીકની વાળીમાં આવેલ નર્સરીમાં પહોંચ્યો હતો.નર્સરીમાં પોંહોચેલો દીપડાનું ભેદી સંજોગોમાં તેનું મોત થયું હતું.

નોર્મલ વન વિભાગ દીપડાના મૃતદેહનો કબજો લઈ તેનું પશુ ચિકિત્સક પાસે પોસ્ટમોર્ટમ આજરોજ કરવામાં આવ્યું છે. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણી શકાશે તથા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મૃત દિપડાનું અંતિમ સંસ્કાર પણ નોર્મલ વન વિભાગ નર્સરી ઉપર કરવામાં આવ્યો છે

દક્ષિણ ગુજરાતમાં દિપડાઓ:

નવસારી જિલ્લાના છ તાલુકામાં ગ્રામ્ય વિસ્તાર ઘર નજીક દેખાવાની કે દુધાળા પશુઓ મારણ કરવાની ધટના બનતી રહે છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ દિપડાઓ નોંધાયેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં અનુકૂળ વાતાવરણ ભોજન, પીવા માટે પાણી મળી રહે છે. ગુજરાત સરકાર ધ્વારા નવસારી જિલ્લામાં રેસ્કયુ સેન્ટર સહિતની હોસ્પિટલ સુવિધા આપવી રહી જેથી દિપડાઓ ઈજાગ્રસ્ત કે શેરડીના ખેતરમાં દાઝી ગયેલા તેમજ શેરડીઓ કટીંગ દરમ્યાન બચ્ચા મળવાની ધટના વારંવાર બનવા પામતી હોય છે.

ગુજરાત સરકાર ધ્વારા અત્યાધુનિક રેસ્ક્યુ સેન્ટર બનાવવું જોઈએ  તેમજ સ્થાનિક એનજીઓ સાથ અને સહકાર સાથે કરવી રહી કામગીરી કરવી રહી જેથી ઈજાગ્રસ્ત હોય કે બીમાર તેમજ રેસ્કયુ કરેલા દિપડાઓ ઉપર નવી ટેક્નોલોજી મદદ નજર રાખી શકાય એમ છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *