
નવસારી રામકથામાં પૂજ્ય મોરારીબાપુ કહે છે આપણે બીજાને સુધારી ન શકીએ પણ આપણા જીવનને ખારો દરિયો બનતા અટકાવી શકીએ
- Local News
- March 28, 2023
- No Comment
નવસારીમાં પૂજ્ય બાપુની કથામાં રામ જન્મ નો પ્રસંગ વણી લેવાતા હજારો ભાવિકો ભાવવિભોર બન્યા
ચૈત્રી નવરાત્રી નો નવમો દિવસ એટલે જગતભરમાં ઉજવાતો રામ જન્મ મહોત્સવ રાજા દશરથે પુત્રની ઈચ્છા હોવાથી રાજા વશિષ્ઠની સલાહ લઈ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો આ યજ્ઞ સંપન્ન થતાં ભગવાન નારાયણ અગ્નિકુંડ માંથી પ્રગટ થયા અને રાણીઓ પુત્રોથી ભવના આશીર્વાદ આપી અદૃશ્ય થઈ ગયા.
પુત્રકામેષ્ટિ યજ્ઞનો પ્રસાદ ત્રણેય રાણીઓ કૌશલ્યા સુમિત્ર અને કઈ કઈ ને આપવામાં આવતા થોડો સમય જતા ત્રણે રાણીઓ ગર્ભવતી બની રાજા દાસીઓ અને સમગ્ર અયોધ્યા રાજા દશરથ ક્યારે પિતા બને રાજકુમાર નો જન્મ ક્યારે થાય એમ આનંદ સહ ચર્ચાઓ ઠેર ઠેર અયોધ્યામાં થઈ રહી હતી
મહારાણી કૌશલ્યા તો ભગવાન રામને જન્મ આપવાની હતી અને ભગવાન રામ ના જન્મ માટે કૌશલ્યા ને પ્રસ વ પીડા નહોતી થઈ ઉર ઉદરમાં જવાના હતા પ્રથમ તો ભગવાન નારાયણ સ્વરૂપે દિવ્યતા પૂર્વક અવતર્યા મા કૌશલ્યા પણ આનંદિત થઈ પરંતુ દરેક નારીના હૃદયમાં બાળ જન્મ નાનકડો શિશું નો હોય અને રાણીના ખંડની બહાર ભગવાન જગતને હું શું કહીશ હું તમારી માતા છું અને મારા માતૃત્વ નો હક છે મારો માતૃપ્રેમ કહે છે તમે નાનકડા નવજાત શિશુ બની જાવ અને માની આજ્ઞા માની ભગવાન રામ અત્યંત કોમળ દિવ્ય સુંદર નવજાત શિશુ બની રુદન કરવા લાગ્યા
આ રુદનનો અવાજ રાણીના ખંડની બહાર જતા સેવિકાઓના દાસીઓ દોડી આવી પ્રસંગ પડ્યા વિના બાળ રામ નો જન્મ થયો દીકરો આવ્યો એ સમાચાર રાજા દશરથ ને મળતા તેઓ બ્રહ્માનંદ મારી હરખ ઘેલા બની ગયા ત્યાં જ બીજી બે રાણીઓ સુમિત્ર અને કઈ કઈ પણ બાળકોને જન્મ આપ્યો એમ ચાર ચાર બાળકોના રાજકુમારોના દશરથ પિતા થયા
આ ભોજપુરી પંક્તિઓમાં પૂજ્ય મોરારીબાપુ એ પોતાની પંક્તિઓ ઉમેરી ત્રિભુવન ગુરુકૃપા બરસાવે બાપુ ગાવે ચોપૈયા એમ આનંદવિભોર સ્વર સુર લય તાલ સાથે સમગ્ર રામકથા મંડપના હજારો ભાવિકો ભારત ઘેલા બન્યા હતા અયોધ્યા નું આકાશ દેવતાઓથી ભરાયેલું અને દિવ્ય કવચ જાણે ચાંદની રે લાવી રહ્યું હોય તેવું થઈ ગયું હતું.
ઋતુ પણ અતિ ઉષ્ણ પણ નહીં અતિ શીતળ પણ નહીં અને અયોધ્યાના લોકો ભોજન લઈ નિરાંત કરતા હતા તે સમય રામાવતાર થયો હતો પૂજ્ય બાપુએ હરખભેર જણાવ્યું કે રામ લલ્લા જ્યાં જન્મયા એ જગ્યાએ આગામી જાન્યુઆરીમાં વિશ્વના ઈતિહાસનું અનોખું મંદિર અને રામલલ્લા ફરીથી ત્યાં બિરા જશે
પૂજ્ય મોરારીબાપુ એ પોતાની રામકથા આગળ ધપાવતા જણાવ્યું કે આસન્નસ્થ થવું સહેલું છે પરંતુ ધ્યાનસ્થ થવું અધિક કઠિન છે માણસને ઊંચાઈ મળે એટલે અહંકાર અને મદ ન થવો જોઈએ આમ થાય તો રાવણ વૃત્તિ વધે છે ધર્મનો આંચળો ઓઢી અધર્મ કરનાર રાવણ હોય છે માનવી ની અહંકાર ભરી જીદ પણ રાવણ તરફની ગતિ હોય છે
બાપુ કહે છે જીવનનું તત્વચિંતન મને શીખવી રહ્યું છે તો બીજો જન્મ પણ કૈલાશમાં કથા કરવા લઈશ તેમણે હાસ્ય વ્યંગમાં જણાવ્યું કે બીજા જન્મમાં કોણ કોણ મારી કથા સાંભળવા આવનાર છે આ તબક્કે કેટલાક હાથ ઊંચા થયા હતા.
બાપુએ ભાવિકોને ખડખડાટ હસાવતા જણાવ્યું કે હજુ તો મારે નવસારીમાં તમારા સાંસદ સીઆર પાટીલ ને છઠ્ઠી કથા આપવાની છે અને હજુ અનેક કથાઓના વચન આપી ચૂક્યો છે પ્રભુ પાસે એટલું જ માગું છું બીજો જન્મ જ્યારે આપે ત્યારે મારા પ્યારા ભાવિકોને ઓળખી શકવાની શક્તિ મને આપજે બાપુએ જણાવ્યું કે જ્ઞાનનો કદી અનાદર ન કરવો જ્ઞાની પાસે એની સમજ જ્ઞાન હોય તો નમ્ર બની જાણવું.
સ્વભાવથી વિપરીત કરીએ ત્યારે મુશ્કેલી ઊભી થાય છે માતાનો મહિમા મહાન છે માતા સોના રૂપા છે માત્ર ગણેશ કે કાર્તિકની માતા જ સોનાની નથી તમારા સૌની માતા પણ સોનાની છે ગાંધીવાદ નથી વિવાદ કે નથી વાદ ગાંધી તો યુગપુરુષ અને સંવાદ છે.
પૂજ્ય બાપુએ 73 વર્ષના સાવરણી વેચી ગુજરાન ચલાવતા છેવાડા ના માનવી એવા દેવીપુજક ઇશ્વરભાઇ ની ચીઠ્ઠી વાંચી તેમને મંચ પર બોલાવી હું પણ મોટો દેવીપુજક જ છું તમારી ભાવભરી ચિઠ્ઠી વાંચી આનંદ અનુભવું છું એમ જણાવી એમનું અભિવાદન કર્યું હતું.