
નવસારીમાં રામ કથાની સાથે સાથે પૂજ્ય મોરારીબાપુ
- Local News
- March 28, 2023
- No Comment
નવસારી પૌરાણિક આશાપુરી મંદિર ખાતે પૂજન અર્ચન કર્યા
પરમ પૂજ્ય મોરારીબાપુ એ 400 વર્ષ પૌરાણિક નવસારીની ગામદેવી ગણાતા આશાપુરી મંદિરના દર્શન કર્યા રામકથા મંડપ બાદ સાતમા દિવસના રામકથા અને વિરામ આપી પૂજ્ય મોરારીબાપુ આશાપુરી મંદિરે પહોંચ્યા હતા જ્યાં ટ્રસ્ટીઓ શ્રી ઘનશ્યામ પટેલ વિગેરે બાપુને આવકાર્યા હતા પૂજારી દેવયાન ઉર્ફે બાબુભાઈ તથા તેમના ધર્મપત્ની પ્રતિમા બેને બાપુને ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું પૂજ્ય બાપુએ સાતમા નોરતે આશાપુરીમાં સમક્ષ દીવડો પ્રગટાવી પૂજન કર્યું હતું.
ગણેશ સિસોદ્રા ગામ ખાતે પૌરાણિક મંદિર ગણેશવડ ખાતે પૂજન કર્યું 
પૂજ્ય મોરારીબાપુ નવસારી રામ કથા બાદ ગણેશ સિસોદ્રા એ ગણેશ વડ સિસોદ્રા કહેવાય છે કટર મુસ્લિમ બનતી રાજા ઔરંગઝેબ દ્વારા ગણેશ્વર ગણેશ મંદિર અને ચોપાસની જમીન ઔરંગઝેબ બાદશાહ દ્વારા આપવામાં આવી હતી તે જમાનાના પ્રાચીન કાળના દસ્તાવેજો પણ પૂજારી પાસે મોજુદ છે નારેશ્વર ના નાથ એવા પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજ તેમજ કરુણામય અત્યંત લોકપ્રિય કથાકાર એ મારા દ્વારા પણ આ ધામમાં પાવન પગલાં થયા છે અને દર્શનનો લાહવો તેઓએ માણ્યો છે પૂજ્ય મોરારીબાપુ એ પણ તાજેતરમાં આ કથા દરમિયાન મંદિરની મુલાકાત લઈ નિજાનંદ મેળવ્યો હતો.