નવસારીમાં ચાલતી પૂજ્ય મોરારીબાપુની રામકથામાં છઠ્ઠા દિવસે મોરારીબાપુની પ્રસન્નતા નો અનેક ઘણો વ્યાપ વધ્યો

નવસારીમાં ચાલતી પૂજ્ય મોરારીબાપુની રામકથામાં છઠ્ઠા દિવસે મોરારીબાપુની પ્રસન્નતા નો અનેક ઘણો વ્યાપ વધ્યો

નવસારીમાં ચાલતી રામકથામાં છઠ્ઠા દિવસે પરમ પૂજ્ય મોરારીબાપુ એ જણાવ્યું કે ગણિકા હોય કે કિન્નર હોય સમાજનો એક ભાગ છે જેને વંચિત રાખી શકાય નહીં ગઈકાલે કેટલીક યુવાન વયની ગણિકાઓ આર એફ એટલે કે રેસક્યુ ફોર્સ દ્વારા તેમને ખોટા માર્ગે ચાલવાથી પાછા વાળીને માનભેર સમાજમાં પગભર થઈ શકે તે માટે મુંબઈની સંસ્થા આવી હતી આજે કિન્નર બહેન માતાઓ મોટી સંખ્યામાં આપણી વચ્ચે છે અન્ય પ્રતિનિધિઓ જોડે તેમણે પોથી પૂજન પર કર્યું અને આજે આનંદોત્સવ છે ત્યારે તબલા ના તાલે શરણાઈ લીધું ને લઈ સુર અને તાલ વચ્ચે આવો આપણે વ્યાસપીઠે પધારો અને કિન્નર બહેનો બાપુનો સાદ પડતાં જ મંચસ્થ થઈને આનંદે ગરબે ઘૂમવા સાથે પોતે પણ ગરબો ગવડાવ્યો હતો. જેને બાપુની સંગીતની દુનિયાના નિલેશભાઈ વાવડીયાની ટીમે જબરજસ્ત પ્રતિસાદ આપ્યો હતો પૂજ્ય મોરારીબાપુએ અને સમગ્ર હકડે ઠેઠ ભાવિકોથી ઉભરાયેલા સભા મંડપ એ પણ ભાવ સભર પ્રતિસાદ આપ્યો હતો.

પૂજ્ય રામકથામાં કિન્નર બહેનોએ પણ ભાગ લઈ વ્યાસપીઠની ફરતે રંગે ચંગે આનંદે ઉમંગે ગરબે રમ્યા

 

 

પૂજ્ય ઉમેર્યું કે આપણે નાશવંત છીએ પણ આપણે ન હતા ત્યારે પણ રામ હતા અને આપણે ન હોય શું ત્યારે પણ રામ જ હશે આ વિશ્વની રક્ષા રામ જેવા અવતારો જ કરશે અને રામરાજ્ય તરફ આપણે આગળ જઈશું કૃષ્ણ અને સુદામા ની મૈત્રીના પ્રસંગ નું વર્ણન કરતા હજારો આંખો ભીની થઈ ગઈ હતી કે સુદામો આવ્યો અને કૃષ્ણ ડોટ મૂકી મોરપીંછ મુઘટ મોજડી પડી ગયા અને કૃષ્ણ સુદામા અનન્ય મૈત્રી ની સરિતામાં છાતી સરસા ડૂબી ગયા સુદામાના ચરણો ધોયા અંગ મર્દન કરાવ્યું નવા પીતાંબર પહેરાવવામાં આવ્યા જગતના નાથ કૃષ્ણ પાસે તો અખૂટ ખજાનો હતો પણ ગરીબ બ્રાહ્મણ સુદામા પાસે હતો મુઠ્ઠીમાં વાળેલા તાંદુલ હતા આ મુઠ્ઠીમાં શું છે જિજ્ઞાસા કરવા સાથે પૌવાના ફાંકા માર્યા હતા જગતના નાથે પૌવાના ફાંકા મારતા એમનું અંતર અને પેટ આનંદથી છલકાયું હતું.

પૂજ્ય બાપુએ જનની એ માં અને જનક એ પિતા એટલે એના સંતાન જાનકી જેવા નામો આપ્યા ખૂબ મહેનત કરી થોડું મળે એને લક્ષ્મી કહેવાય અને વગર મહેનતે ગમે એટલો પૈસો કમાય પણ પરમાર્થ ન થાય તો પુણ્યના ફળ મળતા નથી જે પોતાની સંપત્તિને સનમાર્ગે વાળે તેના કોઠારો અને સમૃદ્ધિ પુણ્ય કાર્યોને લઈને શાંતિ પ્રસન્નતા અનુભવે છે.

એક વિધવા બહેને ચિઠ્ઠી લખીને પૂછ્યું કે ભગવાનનો પ્રસાદ મારા જેવી બનાવી શકે કે નહીં બાપુએ ખૂબ દ્રઢતાપૂર્વક અને પ્રસન્નતા પૂર્વક કહ્યું કે ભગવાન વધુ રાજી થશે જરૂરથી પ્રસાદ બનાવો. કુવારી કન્યાઓને જમાડી શકાય કે નહીં ત્યારે બાપુએ કહ્યું કે કેમ ન જમાડી શકાય કોઈ શાસ્ત્ર એમાં આડો આવતો નથી.

મોરારીબાપુની કથામાં 20 વર્ષથી નિયમિત દરેક જગ્યાએ જાય છે. 75 વર્ષની વયના મૂળ જામનગરના વતની પદ્માબેન ઠક્કર હાલ મુંબઈ રહે છે. નવસારી રામકથામાં પણ નિત્યજી પોતાની બેગમાં ઠાકોરજીને લઈ આવી પૂજા ભોજન અર્ચન કરાવે છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *