
મુસ્કુરાહટ ટીમ દ્વારા તમાકુ છોડાવો અભિયાન યોજાયો
- Local News
- March 27, 2023
- No Comment
તારીખ 26.3.2023 રવિવાર ના રોજ નવસારીના અનાવિલ સમાજ વાડીમાં મુસ્કુરાહટ ટીમ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો.મુસ્કુરાહટ ટીમ છેલ્લા 10 વર્ષથી લોકોને તમાકુ છોડાવવા માટે સતત પ્રયત્નશીલ રહી છે.આજ સુધીમાં 1,000 થી વધુ લોકોને તમાકુ છોડાવવામાં સફળતા મળેલ છે.
મુસ્કુરાહટ ટીમ દ્વારા હવે વધુને વધુ સ્વયંસેવકો અને સંસ્થાઓ ને આ અભિયાનમાં જોડી તેઓ દ્વારા જે લોકો તમાકુ છોડવા માંગે છે તેમને મદદરૂપ થઈ તમાકુ છોડાવી તેમની તથા તેમના પરિવારની જિંદગી સુધારવાનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવેલ છે.
મુસ્કુરાહટ ટીમમાં યઝદીભાઈ કોન્ટ્રાક્ટર ના નેજા હેઠળ ટીમના તમામ સભ્યો દ્વારા તમાકુ છોડાવો અભિયાનને આગળ ધપાવવા હર હંમેશ કાર્યરત રહી છે.
ઘણાં બધા facebook લાઈવ પ્રોગ્રામ દ્વારા પણ સમાજમાં તમાકુના દુષણને દૂર કરવા ના સંદેશાઓ આપવામાં આવેલ છે.
આ અનોખા પ્રયાસમાં અને આ કાર્યક્રમમાં કોઈપણ એવો વ્યક્તિ કે જે તમાકુ ખાતા હોય અથવા તેમને તમાકુ છોડાવવા માટે કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવેલ ન હતા, પરંતુ સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓ ના પ્રતિનિધિઓ દ્વારા વધુને વધુ લોકોને આ અભિયાનમાં જોડી નવસારીમાં તમાકુનું વ્યસન કરતા લોકોને વ્યસન મુક્ત કરવા માટે નમ્ર અપીલ કરવામાં આવેલ છે.
મુસ્કુરાહટ ટીમના યઝદીભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા જે લોકો તમાકુ છોડવા માગતા હોય તેમની સાથે સતત સંપર્કમાં રહી તેમને ટોનિક તેમજ આદુના ટુકડા પોતાના દ્વારા સ્વયં સ્વખર્ચે આપી તમાકુના વ્યસનિયોને તમાકુ ખાવાની ઈચ્છા ન થાય, તેમની તમાકુની તલપ ઓછી થાય અને ધીમે ધીમે તેઓ આ વ્યસનથી મુક્ત બને તેવી ઉમદા કામગીરી કરવામાં આવેલ છે.
આ જ કામગીરીમાં વધુને વધુ લોકો દ્વારા તમાકુના વ્યસનીઓને વ્યસન છોડવા માટે મુસ્કુરાહટ ટીમ ના સંપર્કમાં લાવી તેમની કુટેવ ને દૂર કરવા માટે સૌને આહવાન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં સાથે સાથે સંગીતના સથવારે મનોરંજન પણ પૂરું પાડવામાં આવેલ હતું.મુસ્કુરાહટ ટીમના ગાયક કલાકારો એ ઉત્તમ સંગીત પીરસીને લોકોને ખુશ કરી દીધા હતા.અને સમયાંતરે નવસારીના વિવિધ વ્યક્તિઓ દ્વારા સંબોધન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ભટ્ટ એકેડેમી ના અને પ્રખ્યાત એવા પિયુષ ભટ્ટ સાહેબ દ્વારા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તેમજ આ કાર્યક્રમને કઈ રીતે આગળ ધપાવીને સફળ કરી શકાય તે માટે સમજ આપી હતી.
આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ,પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ એ હાજર રહીને પ્રોત્સાહન પૂરું પાડેલ હતું. આ સાથે નવસારી જિલ્લાના મહામંત્રી જીગ્નેશભાઈ નાયક, તેમજ લો કોલેજ નવસારીના પ્રિન્સિપલ ડોક્ટર શહેનાઝ બીલીમોરીયા પણ ઉપસ્થિત ઉપસ્થિતરહ્યા હતા
નવસારીના ગારડા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ધર્મવીર ગુજ્જર સાહેબ દ્વારા ઉદાહરણો સાથે તમામ ઉપસ્થિત લોકોને આ પવિત્ર અભિયાનમાં જોડાવા માટે અને તેનો ઉદ્દેશ સમજાવી આ અભ્યાનને સફળ બનાવી નવસારીને તમાકુ મુક્ત કરવા અપીલ કરી હતી.
સાથે સાથે ગણદેવીના સિવિલ કોર્ટ ના જજ જીમ્મીભાઈ મહેતા દ્વારા પણ આ અભિયાન સફળ થાય તે માટે આશીર્વાદ વચન આપવામાં આવેલ હતા. ડોક્ટર મેહુલ ડેલીવાલા પૂર્વ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી તેમજ ડીસ્ટ્રીક મોડીકલ ઓફિસર ફોર ટોબેકો કંટ્રોલ દ્વારા ઉપસ્થિત તમામને આ યજ્ઞમાં આહુતિ આપવા માટે શપથ લેવડાવી હતી.
ઉપસ્થિત લોકોમાંથી ઘણા નાગરિકો એ આ અભિયાનમાં સ્વયંસેવક તરીકે જોડાવા માટે અનુમતિ દર્શાવી હતી.ઓમ સાઈ સેવા ટ્રસ્ટના મીનાક્ષીબેન કરમાકર દ્વારા પણ આ અભિયાનને સફળ બનાવવા માટે તેમની સંસ્થા પૂરેપૂરું યોગદાન આપશે તેવી ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં નવસારીના આગેવાન પત્રકાર ગૌતમભાઈ મહેતા, નવસારીની પુત્રી અને અભિનેત્રી કરિશ્મા મશ્કે નવસારીના હાલના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર ભાવેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મીડિયા મિત્રો એ પણ હાજર રહી કાર્યક્રમને અને તેના ઉદ્દેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરેલ છે.
આ કાર્યક્રમ માં અસપી સિપોઈ , રાજ પટેલ, મોનાઝ બેન કોન્ટ્રાક્ટર, સંગીતાબેન કંસારા, ગવેર સાહેર, રોહિંગ ટન સાહેર, કેતન મહેતા દ્વારા ગીતો ગાઈ લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવેલ હતું. કાર્યક્રમના અંતમાં નામાંકિત ડોક્ટર રાજન શેઠજી દ્વારા આ અભિયાન નવસારી પૂરતું જ સીમિત ન રહે પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એની નામના ફેલાય અને તેની કામગીરી નો સદુપયોગ સમગ્ર દક્ષિણ ગુજરાતને તમાકુ મુક્ત કરવામાં સફળ રહે તેવી અભ્યર્થના સાથે સૌ કોઈનો આભાર વ્યક્ત કરેલ હતો.
કાર્યક્રમનું સફળ સંચાલન ભુપેન્દ્રભાઈ દરજી દ્વારા કરવામાં આવેલ હતું.