
નવસારીની રામ કથા સાથે સાથે મોરારીબાપુએ
- Local News
- March 29, 2023
- No Comment
પરમ પૂજ્ય મોરારીબાપુ દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત 400 વર્ષ પૌરાણિક ધારાગીરી ખાતે આવેલા વીરવાડી હનુમાનજીના મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા.
વીરવાડી ટ્રસ્ટ ના અશોકભાઈ ધોરાજીયા, ઓમ પ્રકાશભાઈ અગ્રવાલ, સુભાષભાઈ ગુપ્તા ધીરુભાઈ ભાડજા, જીતુભાઈ પણાસરા મહંત ગોકુળદાસજી દ્વારા પૂજ્ય મોરારીબાપુની વંદના અને આશીર્વાદ મેળવ્યા હતા પૂજ્ય બાપુએ વીરવાડી દ્વારા થતી આદિવાસી કન્યાઓના વિનામૂલ્ય શિક્ષણ ભોજન અને રહેઠાણ તેમજ દર શનિવારે થતા ભંડારા તેમજ હનુમાન જયંતિએ હજારો માનવીઓને મહાપ્રસાદ ની અસરકારક વ્યવસ્થા યજ્ઞાદી કાર્યો ની નોંધ લઇ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી તેઓએ પૂજ્ય બાપુ ના માર્ગદર્શન અને સૂચનને વધુ વ્યાપક બનાવવાની ખાતરી આપી હતી.
પરમ પૂજ્ય મોરારી બાપુ દ્વારા સાઈ મંદિર ઉન ખાતે દેવી દેવતાઓની પ્રતિમાનું અનાવરણ
નેશનલ હાઈવે ખાતે મુંબઈ થી અમદાવાદ વચ્ચે સૌને રોકાવાનું મન થાય અને સાઈ દર્શન થાય એના માટે વિશાળ મંદિર અને ભંડારો ઉભો કરવામાં આવેલો છે દર ગુરુવારે મોટી સંખ્યામાં ભાવિકો પધારે છે આ મંદિર ખાતે દેવી-દેવતાઓની નવી મૂર્તિઓ નું અનાવરણ વિશ્વના લોકપ્રિય કથાકાર અને તત્વચિંતક મોરારીબાપુ ના હાથે થયું હતું
આવતીકાલે રામનવમી ના પવિત્ર દિને આ સંકુલનો રજત જયંતિ મહોત્સવ ઉજવાશે જેમાં પરિવારની મૂર્તિઓ પ્રતિષ્ઠિત થશે તેનું અનાવરણ મોરારીબાપુ જેવા લોકપ્રિય કથાકાર થયું છે
આ પ્રસંગે ટ્રસ્ટ પ્રમુખ અરવિંદભાઈ કાપડિયા ઉપપ્રમુખ કાંતિભાઈ ખત્રી મંત્રી હિમાંશુ ભાવસાર ખજાનચી વિરેન્દ્ર ખત્રી રજનીકાંત ખત્રી તેમજ દિનેશ ગાંધી અને મંદિર સાથે સંકળાયેલા જેંતીલાલ ક્ષત્રિય ચેતન કાપડિયા નિલેશ ખત્રી શંકરભાઈ લાલવાણી ધનેશ રાઠોડ કમલેશ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા